કાયદો અને વ્યવસ્થાને સીધો પડકાર! સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓએ કાઢ્યું વિજય સરઘસ, વીડિયો વાયરલ…

હાવેરી, કર્ણાટકઃ કર્ણાટકનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો અત્યારે ચર્ચાનું કેન્દ્ર એટલા માટે વાયરલ થયો છે, કારણ કે આ વીડિયામાં સામૂહિક દૂષ્કર્મ કેસના આરોપીઓ જે જામીન પર બહાર આવ્યાં છે તેઓ સરઘસ કાઢી રહ્યાં છે. કર્ણાટકના હાવેરી જિલ્લામાં હનાગલ સામૂહિક દુષ્કર્મ કેસના 7 આરોપીઓને કોર્ટે જામીન આપ્યાં છે. જેથી આરોપીઓએ તેને જીત સમજીને કાયદાને સીધો પડકાર આપી રહ્યાં છે. આખરે દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધની ગુનેગારોમાં આટલી હિંમત આવી ક્યાંથી? શું આ લોકોને તંત્ર છાવરી રહ્યું છે? આવા લોકોને કોણ સાથ આપી રહ્યું છે? આવા અનેક સવાલો અત્યારે લોકોને થઈ રહ્યાં છે.
પીડિતા આરોપીઓને ઓળખી ના શકી તો કોર્ટેમાં જામીન આપ્યાં
હાવેરી ઉપ-જેલ સામેથી આરોપીઓએ 5 વાહનો અને 20 થી વધુ લોકોના કાફલા સાથે રસ્તા પર તાયફા કર્યા હતા. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આરોપીઓ હસતા નજરે પડી રહ્યાં છે. આ વીડિયોને જોઈને લોકો ખૂબ જ નિંદા કરી રહ્યાં છે. હાવેરી સેશન કોર્ટે આફતાબ ચંદનપટ્ટી, મદાર સાબ મંદાક્કી, સમીવુલ્લા લલાનવર, મોહમ્મદ સાદિક અગાસીમાની, શોએબ મુલ્લા, તૌસીપ ચોટી અને રિયાઝ સવિકેરીને જામીન આપ્યાં હતાં. આ સમગ્ર ઘટનામાં પીડિતા કોર્ટેમાં આરોપીઓને ઓળખી શકી નહોતી, જેથી કોર્ટે આરોપીઓને જામીન આપી દીધા હતાં.
દુષ્કર્મ કેસમાં જામીન પર છુટેલા આરોપીઓએ વિજય સરઘસ કાઢ્યો
આ કેસમાં વધારે વિગતે વાત કરવામાં આવે તો, 2024માં હનાગલ સામૂહિક દુષ્કર્મ મામલે જામીન પર છુટેલા આરોપીઓએ વિજય સરઘસ કાઢીને તેના વીડિયો સોશિયલમાં શેર કર્યાં હતાં. આ વીડિયોની લોકો નિંદા કરી રહ્યાં છે, અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં માંગણી કરી રહ્યાં છે. આ કેસ 16 મહિના જુનો છે. પરંતુ આવી રીતે આરોપીઓ વિજય સરઘસ કાઢશે તો સામાન્ય લોકોમાં શું અસર પડશે? જે આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ તે આરોપીઓ જાહેરમાં વિજય સરઘસ કાઢી રહ્યાં છે.
16 મહિના પહેલા કર્ણાટકના હાવેસીમાં બની હતી દુષ્કર્મ ઘટના
આ કેસમાં પોલીસે જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે, 16 મહિના પહેલા કર્ણાટકના હાવેસીમાં આવેલી એક હોટલ રૂમમાં કેટલાક લોકો ઘૂસી ગયા હતાં પછી, આરોપીઓ મહિલાને જંગલમાં ખેંચી ગયા અને તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીઓની ધરપકડ કરી હતાં, પરંતુ હવે આ કેસમાં આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી ગયા છે અને જાહેરમાં વિજય સરઘસ કાઢી રહ્યાં છે.
આપણ વાંચો : કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે હાવેરીમાં કોંગ્રેસના કાર્યકરને તમાચો ઝીંકી દીધો, VIDEO વાયરલ