પશ્ચિમ બંગાળમાં એક હૃદયદ્રાવક કિસ્સો જાણવા મળ્યો છે. અહીંના ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યોના વિકૃત મૃતદેહો તેમના ફ્લેટમાંથી મળી આવ્યા હતા. તેઓની ઓળખ 52 વર્ષીય કાપડ વેપારી બ્રિન્દાબન કર્માકર, તેમની 40 વર્ષની આસપાસની પત્ની દેબાશ્રી કર્માકર, તેમની 17 વર્ષની પુત્રી દેબલીના અને આઠ વર્ષના પુત્ર ઉત્સાહ તરીકે કરવામાં આવી છે, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દરેકના મૃતદેહ સડવા લાગ્યા હોવાથી ચાર-પાંચ દિવસ પહેલા તમામે આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બેરકપુર પોલીસ કમિશનરેટ હેઠળના ખરદાહ વિસ્તારમાં એમ.એસ. મુખર્જી માર્ગ પર સ્થિત એક બંધ એપાર્ટમેન્ટમાંથી લાશ મળી આવી હતી. આ કેસમાં પોલીસને શંકા છે કે વ્યક્તિએ તેના પરિવારના સભ્યોને ઝેર આપીને આત્મહત્યા કરી છે. પોલીસે જણાવ્યું હતું કે વ્યક્તિનો મૃતદેહ છત પરથી લટકતો જોવા મળ્યો હતો જ્યારે અન્ય ત્રણ મૃતદેહો ફ્લેટમાં અલગ-અલગ જગ્યાએ પડેલા હતા. એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. દરવાજો અંદરથી બંધ હોવાથી દરવાજો તોડવો પડ્યો હતો.
પોલીસને ઘરની અંદરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં વ્યક્તિએ લખ્યું છે કે તેની પત્ની અન્ય વ્યક્તિ સાથે સંબંધમાં હતી. વારંવાર ના પાડવા છતાં, તેની પત્ની સંમત ન થઈ અને તે વ્યક્તિને મળવાનું ચાલુ રાખ્યું હતું. જેના કારણે તે ખૂબ જ પરેશાન હતો. જ્યારે પણ તે તેની પત્નીને કંઈક કહેતો ત્યારે તે લડવા લાગતી હતી. પત્નીના અન્ય સંબંધો અને ઘરેલુ તકરારના કારણે ગુસ્સામાં આવીને તેણે તેની પત્ની સાથે તેની 16 વર્ષની પુત્રી અને 9 વર્ષની પુત્રીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી. પોલીસે આ સુસાઈડ નોટ ફોરેન્સિક તપાસ માટે મોકલી છે. જેથી આ સુસાઈડ નોટ અસલી છે કે કેમ તેની તપાસ કરી શકાય.
પોલીસને મૃતકના મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે જેની તપાસ કરવામાં આવશે. પતિ-પત્નીના મોબાઈલ ફોનના રેકોર્ડ કાઢવામાં આવી રહ્યા છે. તેમના પરિવારના બાકીના સભ્યોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. એક સાથે પરિવારના તમામ સભ્યોના મોતના સમાચારથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસે કહ્યું છે કે ફોરેન્સિક ટીમે ઘટના સ્થળની તપાસ કરી લીધી છે. હાલમાં કેસની તપાસ ચાલુ છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને