કર્ણાટકના ધર્મસ્થલમાં શબ દફનાવવાના કેસમાં નવો વળાંક, એસઆઈટીએ ફરિયાદીની જ ધરપકડ કરી

મેંગ્લુરુ : કર્ણાટકના ધર્મસ્થલમાં અનેક શબોને દફનાવવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં ફરિયાદીની જ રાજ્ય સરકારે રચેલી એસઆઈટીએ ધરપકડ કરી છે. આ ફરિયાદીએ છેલ્લા 20 વર્ષમાં ધર્મસ્થલમાં થયેલી અનેક હત્યા,બળાત્કાર અને શબોને દફનાવવાનો આરોપ લગાવ્યો હતો. એસઆઈટીએ આ વ્યકિતની ધરપકડ બાદ તેની પૂછપરછ શરુ કરી છે. તેમજ એસઆઈટીએ કહ્યું તેના નિવેદન અને મળેલા દ્સ્તાવેજના ગડબડ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.
ધર્મસ્થલ પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધવામાં આવી
આ ફરિયાદી મંદિરનો પૂર્વ સફાઈ કર્મચારી છે. જેણે દાવો કર્યો હતો કે વર્ષ 1995 થી 2014 વચ્ચે ધર્મસ્થલમાં કામ કરતો હતો. જેમાં તેને મહિલાઓ અને સગીરના શબને દફનાવવામાં મજબુર કરવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે આ શબ પર જાતિય સતામણીના નિશાન હતા. આ અંગે તેણે જજ સમક્ષ નિવેદન પણ આપ્યું હતું. તેમજ આ સફાઈ કર્મચારીની ફરિયાદ પર ધર્મસ્થલ પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધવામાં આવી હતી.
કંકાલ અને મનુષ્યના કેટલાક હાડકા મળ્યા
જેની બાદ 19 જૂલાઈના રોજ કેન્દ્ર સરકારે આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. જેમાં ફરિયાદીના નિવેદનના આધારે એસઆઈટીએ 13 સ્થળો પર ખોદકામ કર્યું હતું. જેમાં એક કંકાલ અને મનુષ્યના કેટલાક હાડકા મળ્યા હતા.
ભગવાન શિવના સ્વરૂપ શ્રી મંજુનાથનું મંદિર
ધર્મસ્થલ મંદિર કર્ણાટકના મેંગલુરુ પાસે નેત્રાવતી નદીના કિનારે આવેલું એક પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ભગવાન શિવના એક સ્વરૂપ શ્રી મંજુનાથનું છે. આ મંદિરની ખાસિયત એ છે મંદિરનું પૂજા હિંદુ પંડિત કરે છે. પરંતુ તેનું સંચાલન જૈન ધર્મના લોકો કરે છે. આ મંદિર હિંદુ અને જૈન મંદિરના એકતાનું પ્રતિક છે. આ મંદિર દરરોજ હજારો લોકો દર્શન માટે આવે છે. આ મંદિરમાં મફતમાં ભોજન, શિક્ષણ અને મેડિકલ સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો…‘કર્ણાટક-મહારાષ્ટ્રમાં મતોની ચોરી થઈ’: રાહુલ ગાંધીએ EC પર ફરી કર્યા પ્રહાર