કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે હાવેરીમાં કોંગ્રેસના કાર્યકરને તમાચો ઝીંકી દીધો, VIDEO વાયરલ
બેંગલુરૂ: કર્ણાટકમાં લોકસભાનો ચૂંટણી પ્રચાર તેની ચરમસીમા પર છે, કોંગ્રેસના નેતા અને રાજ્યના ઉપમુખ્ય મંત્રી ડીકે શિવકુમાર તેમની પાર્ટી માટે જોરદાર પ્રચાર કરી રહી રહ્યા છે. ડીકે તરીકે જાણીતા ડીકે શિવકુમાર કોંગ્રેસના ઉમેદવાર વિનોદા આસુતીના પ્રચાર માટે હાવેરી પહોંચ્યા હતા.
કોંગ્રેસના અગ્રણી નેતા ડીકે શિવકુમાર કર્ણાટકના હાવેરીમાં રાત્રે એક વિશાળ ચૂંટણી રેલી યોજી હતી. જો કે આ દરમિયાન એક કાર્યકરે તેમના ખભા પર હાથ મુકતા તેમણે તેને તમાચો ઝીંકી દીધો હતો.
આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં પીળા રંગનો શર્ટ પહેરેલા એક અલાઉદ્દીન મનિયારે કોંગ્રેસાના નેતા શિવકુમારના ખભા પર હાથ રાખ્યો હોય તેવું જોવા મળે છે. સામે એક વ્યક્તિ બંને તસવીર લેવા તૈયાર હતો, આ વિડીયો ક્લિપમાં જોવા મળે છે કે એક પગલુ ચાલતા જ શિવકુમાર તે વ્યક્તિ પર ગુસ્સે થયા અને તેને જોરદાર તમાચો લગાવી દીધો હતો.
કોંગ્રેસના 61 વર્ષના નેતા શિવકુમાર નારાજ જોવા મળ્યા હતો, તેમણે મનિયારને હટી જવા ઈશારો કર્યો બાદમાં તેણે ધક્કો માર્યો હતો. ત્યાર બાદ તેમણે અન્ય સમર્થકો સાથે રોડ શો ચાલું રાખ્યો હતો. જો કે રસપ્રદ બાબત એ છે કે મનિયારે થપ્પડ ખાધા બાદ પણ તે હસતો રહ્યો હતો.