નેશનલ

કર્ણાટક કોંગ્રેસમાં ડખાઃ શિવકુમાર અને સિદ્ધારમૈયા સાથેની બેઠકમાં રાહુલ ગાંધી થયા નારાજ?

નવી દિલ્હીઃ કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચાલતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. શિવકુમાર ગયા ગુરુવાર અને શુક્રવારે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા સાથે નવી દિલ્હીની બે દિવસની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ મુલાકાતને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નારાજ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ બેઠકની વાત કરવામાં આવે તો, શિવકુમારને પાર્ટીના પ્રદેશ પ્રમુખ પદ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી! આખરે કેમ સિદ્ધારમૈયા અને તેમના સાથી ધારાસભ્યો આવી માંગણી કરી રહ્યાં છે? વાંચો આ અહેવાલ…

આ પણ વાંચો: ‘હું જન્મથી જ હિન્દુ છું…’, કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાને ભાજપમાં જોડવા અંગે સ્પષ્ટતા કરી…

શિવકુમાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપે

સિદ્ધારમૈયા સાથેના ઘણા ધારાસભ્યો અને મંત્રીઓ ઈચ્છે છે કે શિવકુમાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપે. તેઓ પાર્ટીની ‘એક વ્યક્તિ, એક પદ’ નીતિનું કડક પાલન કરવાની માંગ કરી રહ્યા છે. શિવકુમાર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પ્રદેશ પ્રમુખ હોવાથી પક્ષમાં તેમના હરીફો તેમને અધ્યક્ષપદ પરથી દૂર કરવાની માંગ કરી રહ્યા છે. જેથી હવે કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક વિખવાદના એંધાણ વર્તાઈ રહ્યાં છે. જેને લઈને રાહુલ ગાંધી પણ નારાજ થયાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

પાર્ટી હાઇકમાન્ડ કેમ શિવકુમારને બદલવાના પક્ષમાં નથી?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, પાર્ટી હાઇકમાન્ડ શિવકુમારને બદલવાના પક્ષમાં નથી. તેનું કારણ એવું છે કે શિવકુમારે વિધાનસભાની ચૂંટણી જીતવામાં અને લોકસભા ચૂંટણી દરમિયાન સારું કામ કર્યું છે. એટલું જ નહીં, શિવકુમારે ત્રણેય વિધાનસભા પેટાચૂંટણીઓ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાનું કોંગ્રેસ પાર્ટી માને છે. જેથી પાર્ટી સિદ્ધારમૈયાના આ પ્રસ્તાવથી ખૂશ નથી અને તેના કારણે હવે કર્ણાટકમાં પદ અને કાર્યને લઈને વિવાદ શરૂ થયા તો તેમાં કોઈ શંકા નથી!

પાર્ટી હાઈકમાન્ડ દ્વારા કોઈ ફેરફાર કરવામાં નહીં આવે

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર ચલાવી રહી છે, એટલું જ નહીં પરંતુ સત્તા માટે શિવકુમારે સારૂ પ્રદર્શન કર્યું હતું. જેથી પાર્ટી હાઈકમાન્ડ આ વર્ષ સુધીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાના વિચારમાં નથી. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, આ બેઠક દરમિયાન કેબિનેટ ફેરબદલ, વિધાનસભા ચૂંટણીઓ અને મંત્રીઓ અને ધારાસભ્યોને હનીટ્રેપમાં ફસાવવાના પ્રયાસો પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાઈકમાન્ડે MLC ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવાનું કામ સિદ્ધારમૈયા અને શિવકુમાર પર છોડી દીધું છે. પરંતુ હવે આગામી કેવા નિર્ણયો લેવામાં આવે છે તે જોવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button