નેશનલ

કર્ણાટકમાં ફરી કાંગ્રેસની કઠણાઈ આ નેતાએ કર્યો ચોંકાવનારો દાવો…

બેંગલોર: જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામીએ આજે એક ચોંકાવનારો દાવો કર્યો હતો તેમણે કહ્યું હતું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે. કારણકે હાલમાં જે લોકો સત્તામાં છે.

તેમની સામે કેટલીક કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલી કાનૂની મુશ્કેલીઓથી બચવા માટે પ્રભાવશાળી નેતા ભાજપમાં જોડાવાનું વિચારી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રધાન 50 થી 60 ધારાસભ્યો સાથે કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ શકે છે.

આ માટે તેઓ ભાજપના નેતાઓ સાથે વાતચીત પણ કરી રહ્યા છે. જેડીએસ નેતાએ પોતાના શબ્દો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકારમાં કંઈ બરાબર ચાલી રહ્યું નથી. કાંગ્રેસને પણ નથી ખબર કે તેમની આ સરકાર ક્યારે પડી જશે. આથી જ આ પ્રધાન તેમની સામે નોંધાયેલા કેસમાંથી બચવા માટે હવાતિયા મારી રહ્યા છે.

કુમારસ્વામીએ જણાવ્યું હતું કે આ પ્રધાન સામે એવા એવા કેસ નોંધાયેલા છે કે જેમાંથી બચવાની કોઈ શક્યતા નથી. આથી તે ભાજપમાં જોડાય એ જ તેમના માટે ઘણું સારું છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે કોઇ નાના નેતાઓ આવું કરે તેવી અપેક્ષા રાખી શકાય નહીં. આવા બધા કામ માત્ર પ્રભાવશાળી લોકો જ આ કરી શકે છે.
જેડીએસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે મહારાષ્ટ્ર જેવુંજ કર્ણાટકમાં ગમે ત્યારે થઈ શકે છે. હાલનું રાજકી. વાતાવરણ એટલું ડોહળાયેલું છે કે કંઈ પણ થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button