મેટાના ઑટો ટ્રાન્સલેશનનો મોટો છબરડો: કર્ણાટકના CM થયા નારાજ, કંપનીને માફી માગવા કહ્યું

બેંગલુરુ : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટના મેટાએ કરેલા ખોટા અનુવાદથી વિવાદ સર્જાયો છે. સીએમ સિદ્ધારમૈયા આ ભૂલથી ખુબ નારાજ પણ છે. આ સમગ્ર કિસ્સામાં કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાના કાર્યાલયે અભિનેત્રી બી. સરોજા દેવીના નિધન પર શોક વ્યક્ત કરતો સંદેશ મેટા પર પોસ્ટ કર્યો હતો. આ સંદેશ મૂળ કન્નડ ભાષામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. જયારે મેટાએ તેનું ખોટા અનુવાદ કરતા અંગ્રેજીમાં લખ્યું જે સિદ્ધારમૈયાનું નિધન થઈ ગયું છે. તેમણે કંપનીને આ અક્ષમ્ય ભૂલ બદલ માફી માંગવા જણાવ્યું છે.
કન્નડ ભાષાનો ખોટો અનુવાદ ખૂબ જ ચિંતાજનક
આ અંગે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના મીડિયા સલાહકાર કેવી પ્રભાકરે મેટાને પત્ર લખીને ભૂલ સુધારવા જણાવ્યું છે. જયારે સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે કન્નડ ભાષાનો ખોટો અનુવાદ ખૂબ જ ચિંતાજનક છે. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ. તેમણે લોકોને સાવચેત રહેવા પણ જણાવ્યું છે.
આ સુવિધા બંધ કરવી જોઈએ
તેમણે પત્રમાં લખ્યું છે કે કન્નડથી અંગ્રેજી ભાષામાં સારા અનુવાદ માટે કન્નડ ભાષાના નિષ્ણાત સાથે કામ કરવું જોઈએ. તેમજ જ્યાં સુધી યોગ્ય અનુવાદ ના થાય ત્યાં સુધી આ સુવિધા બંધ કરવી જોઈએ.
આ પણ વાંચો…કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાનો મોટો દાવો: પાંચ વર્ષ માટે હું જ CM રહીશ