કર્ણાટક સરકારની મોટી જાહેરાત, બેંગ્લોર સિટી યુનિવર્સિટી અને બે શહેરોના નામ બદલ્યા

બેંગલુરુ: કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં બે શહેરોના નામ બદલ્યા છે. જ્યારે કર્ણાટક કેબિનેટે બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ બદલીને ડૉ. મનમોહન સિંહ સિટી યુનિવર્સિટી રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાનના નામ પરથી રાખવામાં આવેલી આ દેશની પ્રથમ યુનિવર્સિટી છે.
આપણ વાંચો: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી SM Krishna નું 92 વર્ષની વયે નિધન
બે શહેરોના નામ પણ બદલ્યા
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 7 માર્ચ 2025ના રોજ તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે મનમોહન સિંહના ભારતમાં યોગદાનના સન્માનમાં યુનિવર્સિટીનું નામ બદલીને નામ આપવામાં આવશે. જ્યારે રાજ્ય સરકારે બેંગલુરુ ગ્રામીણ જિલ્લાનું નામ બદલીને ઉત્તર બેંગલુરુ જિલ્લો અને બાગે પલ્લી ટાઉનનું નામ ભાગ્યનગર કરી દીધું છે.
બેંગલુરુ સિટી યુનિવર્સિટી મહત્વની
બેંગલુરુ સિટી યુનિવર્સિટી એક સરકારી સંસ્થા છે જે અગાઉ બેંગલુરુ સેન્ટ્રલ યુનિવર્સિટી તરીકે જાણીતી હતી. યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 2017 માં કરવામાં આવી હતી અને વર્ષ 2020 માં તેનું નામ બદલવામાં આવ્યું હતું. જેમાં સરકારી આર્ટ્સ કોલેજ અને સરકારી આરસી કોલેજને ઘટક કોલેજો તરીકે યુનિવર્સિટી હેઠળ લાવવામાં આવશે.
આપણ વાંચો: કર્ણાટકમાં પ્રેસ કોન્ફરન્સ કરતા જ ઢળી પડ્યા કોંગ્રેસના નેતા!
સંશોધન અને અભ્યાસ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત
નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે બેંગ્લોર યુનિવર્સિટીમાં ડૉ. મનમોહન સિંહના કાર્યને સમર્પિત એક સંશોધન અને અભ્યાસ કેન્દ્ર સ્થાપવાની યોજનાની જાહેરાત કરી હતી. બેલાગવીમાં બોલતા શિવકુમારે કહ્યું હતું કે, ભાગ્ય આપણા હાથમાં નથી, પરંતુ મને ગર્વથી કહેવું પડે છે કે ભલે મનમોહન સિંહ હવે નથી, તેઓ રાષ્ટ્ર માટે તેમના યોગદાન દ્વારા હજુ પણ જીવંત છે.
તેમનો વારસો બદલી શકાતો નથી. બેંગ્લોર યુનિવર્સિટીમાં, અમે બધા વિદ્યાર્થીઓ માટે એક સંશોધન અને અભ્યાસ કેન્દ્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેથી તેઓ દેશના વિકાસ માટે તેમણે કરેલા સુધારાઓ વિશે શીખી શકે.