કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના નિવેદનની પાકિસ્તાન મીડિયામાં ચર્ચા; કરવી પડી સ્પષ્ટતા

બેંગલુરુ: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ કરી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનના નેતાઓએ પણ ભારતની સંભવિત કાર્યવાહીનો જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે, એવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા છે. એવામાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા(Siddaramaiah)નું એક નિવેદનની ભારત અને પાકિસ્તાન બંને દેશમાં ચર્ચા થઇ રહી છે.
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન સાથે ‘યુદ્ધ’ના પક્ષમાં નથી. સીતારામૈયાના આ નિવેદનની પાકિસ્તાનમાં ચર્ચા થઇ રહી છે. પાકિસ્તાનની ધણી મીડિયા સંસ્થાએ સિદ્ધારમૈયાના નિવેદનને બતાવ્યું. પાકિસ્તાનના મીડિયામાં કહેવામાં આવ્યું કે ભારતના લોકો પોતે જ તેમની સરકાર પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને પહેલગામ હુમલો ભારત સરકારની ભૂલનું પરિણામ છે.
આ પણ વાંચો: ‘બધા જ પ્લોટ પાછા લઇ લો.’ ઇડીએ ગાળિયો કસતા જ સિદ્ધારમૈયાની પત્નીએ MUDA કમિશનરને લખ્યો પત્ર
પાકિસ્તાનના મીડિયામાં આ ચર્ચા બાદ ભાજપ અને અન્ય પક્ષોએ સિદ્ધારમૈયા પર આકરા પ્રહાર કર્યા. વિવાદ બાદ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ ખુલાસો આપવો પડ્યો.
સિદ્ધારમૈયાના નિવેદન પર AAP નેતા પ્રિયંકા કક્કરે કહ્યું કે આ એક શરમજનક નિવેદન છે અને તેમણે માફી માંગવી જોઈએ. મને ખબર નથી કે કોંગ્રેસ પાકિસ્તાનના પક્ષમાં નિવેદનો કેમ આપી રહી છે. કોંગ્રેસે આ માટે માફી માંગવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ પણ સિદ્ધારમૈયાના આ નિવેદનને પાકિસ્તાન તરફી ગણાવ્યું અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે.
સિદ્ધારમૈયાએ કરી સ્પષ્ટતા કરી:
મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું, “હું યુદ્ધની વિરુદ્ધમાં નથી, પરંતુ આ સમયે યુદ્ધ ન થવું જોઈએ. આ ઘટનામાં 26 લોકોના મોત થયા છે. સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે.”