કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો; કેન્દ્રીય મંત્રીના જ પુત્રને ચાખવો પડ્યો હારનો સ્વાદ…

બેંગલુરુ: કર્ણાટકમાં વિધાનસભા પેટા ચૂંટણીઓમાં ભાજપ અને તેના સહયોગી જનતા દળ (સેક્યુલર)ને એક મોટો ફટકો પડ્યો છે. કર્ણાટકની 3 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 2 બેઠકો અને જનતા દળે (સેક્યુલર) એક બેઠક પર ચૂંટણી લડી હતી. આ ત્રણેય બેઠકો પર ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનની હાર થઈ છે અને કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે. જેમાં સૌથી ચોંકાવનારી હાર પૂર્વ મુખ્ય પ્રધાન અને વર્તમાન કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીની ચન્નાપટના બેઠક પર છે. નિખિલને કોંગ્રેસના ઉમેદવાર સીપી યોગેશ્વરે 25 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.
એચડી કુમારસ્વામીને મોટો ઝટકો
ઉલ્લેખનીય છે કે આ પેટાચૂંટણી જનતા દળ (સેક્યુલર)ના નેતા એચડી કુમારસ્વામી માટે પ્રતિષ્ઠાની લડાઈ હતી કારણ કે ગત ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ તેમના પુત્ર નિખિલે ફરી એકવાર ચન્નાપટના બેઠક પર તેનું નસીબ અજમાવવા ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કુમારસ્વામીએ આ બેઠક ખાલી કરી હતી. જો કે આ વખતે પણ નિખિલને મળેલી મોટી હારથી કુમારસ્વામીને મોટો ઝટકો આપ્યો છે.
આ પણ વાંચો : Vaishno Devi ના શ્રદ્ધાળુઓને માટે સારા સમાચાર, હવે 13 કિલોમીટરનું અંતર એક કલાકમાં કપાશે
ભાજપ માટે મહત્વપૂર્ણ હતી ચૂંટણી
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની સંદુર, શિગ્ગાંવ અને ચન્નપટના વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીના પરિણામો ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતા. કોંગ્રેસની જીતે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને રાહત આપી છે. વળી ભાજપને સંદુર અને શિગ્ગાંવ બેઠક મળેલી હર ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્ર માટે પણ એક મોટો ફટકો છે. આ બંને બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને જીત મળી છે.