Karanataka politics: પંડિત નેહરુ દેશના પહેલાં વડા પ્રધાન નહતા… ભાજપના વિધાનસભ્યના નિવેદનને કારણે વિવાદ
કર્ણાટક: ભાજપના વિધાનસભ્યએ પંડિત જવાહરલાલ નેહરુ બાબતે એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. દેશના પહેલાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ નહતાં એમ ભાજપના વિધાનસભ્ય બાસનગૌડા પાટીલ યત્નાલે કહ્યું છે. કર્ણાટકના ભાજપના વિધાનસભ્ય બાસનગૌડા પાટીલ કાયમ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર બાસનગૌડા દ્વારા વિવિદાસ્પદ વક્તવ્ય કરતાં હવે નવો વિવાદ ઊભો થયો છે.
દેશના પહેલાં વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ નહતાં પણ નેતાજી સુભાષચંદ્ર બોસ દેશના પહેલાં વડા પ્રધાન હતાં આવું નિવેદન બાસનગૌડા પાટીલ યત્નાલે કર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કર્ણાટકના ભાજપના વિધાનસભ્ય બાસનગૌડા પાટીલ યત્નાલે એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે આવું વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, બધાને લાગે છે કે પંડિત જવાહરલાલ નેહરુ દેશના પહેલાં વડા પ્રધાન હતાં. પણ એવું નથી. સુભાષચંદ્ર બોસ દેશના પહેલાં વડા પ્રધાન હતાં.
સુભાષચંદ્ર બોસ એ જ અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કર્યા હતાં. તેમના ડરને કારણે અંગ્રેજો ભારત છોડીને ગયા. એમ પણ બાસનગૌડાએ કહ્યું હતું. કર્ણાટકમાં આયોજીત એક જાહેર સભાને સંબોધીત કરતી વખતે બાસનગૌડા પાટીલે કહ્યું કે, બાબસાહેબ આંબડકરે તેમના પુસ્તકમાં લખ્યું છે કે, ભૂખ હડતાલને કારણે આપણને સ્વતંત્રતા મળી નથી. તમે એક ગાલ પર મારશો અને અમે બીજો ગાલ આગળ ધરીશું આવું કરવાથી પણ આપણને સ્વતંત્રતા મળી નથી. ખરેખર તો સુભાશચંદ્ર બોસના ડરને કારણે આપણને આઝાદી મળી છે.
તેમણે વધુમાં કહયું કે, બીજા મહાયુદ્ધ બાદ બ્રિટીશરોએ ભારત છોડ્યું. તે વખતે દેશના કેટલાંક વિસ્તારોને સ્વતંત્ર ઘોષિત કરવામાં આવ્યા હતાં. તે વખતે નેતાજી સુભાષચંદ્ર બોસ દેશના પહેલાં વડા પ્રધાન હતાં. તેમનું પોતાનું ચલણ, ધ્વજ અને રાષ્ટ્રગીત હતું. તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના પહેલાં વડા પ્રધાન નેહરુ નહીં પણ નેતાજી સુભાશચંદ્ર બોસ હતાં એમ કહ્યું હતું. એમ પણ બાસનગૌડાએ કહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે બાસનગૌડા પાટીલ કાયમ તેમના વિવાદાસ્પદ વક્તવ્યને કારણે ચર્ચામાં રહે છે. ઓગષ્ટ મહિનામાં તેમણે કોંગ્રેસ સરકાર બાબતે નિવેદન કર્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે કર્ણાટકની કોંગ્રેસ સરકાર છ થી સાત મહિનામાં પડી જશે આ નિવેદનને કારણે જે તે વખતે વિવાદ ઊભો થયો હતો અને હવે દેશના પહેલા વડા પ્રધાન અંગે ટિપ્પણી કરી બાસનગૌડા ફરી ચર્ચામાં આવ્યા છે.