બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત મંડી લોકસભા સીટ પરથીચૂંટણી જીતીને હવે સાંસદ બની ગઇ છે. ચૂંટણી જીત્યા બાદ ચંડીગઢ એરપોર્ટ પરના CISF અધિકારી દ્વારા તેને લાફો મારવાની ચોંકાવનારી ઘટના પણ બની છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ આ ઘટનાની નિંદા કરી છે. હવે બોલિવૂડમાં કંગનાના કટ્ટર વિરોધી ગણાતા નિર્માતા-નિર્દેશક કરણ જોહરે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ફિલ્મ ‘Kill’ના ટ્રેલર રિલીઝ દરમિયાન કરણને જ્યારે કંગનાના થપ્પડ કાંડ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કરણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે આવી બાબતોનું સમર્થન કરતો નથી.
જ્યારે કરણ જોહરને પૂછવામાં આવ્યું કે કંગનાને થપ્પડ મારવામાં આવ્યો એ અંગે તમારી શું પ્રતિક્રિયા છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ” હું કોઇ પણ પ્રકારની હિંસાનું સમર્થન કે માફ કરતો નથી, પછી તે શારિરીક હોય કે મૌખિક.”
કરણ જોહર અને કંગના રનૌત વચ્ચે ઘણા સમયથી શબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.કરણ જોહર નેપોટિઝમની વકાલત કરે છે. કંગના તેનો વિરોધ કરે છે. કંગના કરણ જોહર વિશે ભાગ્યે જ કંઇ સારું બોલે છે. બીજી તરફ કરણ પણ તેને નિશાન બનાવતો હોય છે.
કરણ જોહરનો ચેટ શો ‘કોફી વીથ કરણ’ ખૂબ જ ફેમસ છે. છ વર્ષ પહેલા જ્યારે કંગના આ શોમાં આવી હતી ત્યારે તેણે કરણને ફિલ્મમાં માફિયા અને ભત્રીજાવાદને પ્રોત્સાહન આપનારો વ્યક્તિ કહ્યો હતો. કરણે પણ તેને સુણાવ્યું હતું કે જો તેને આટલી બધી જ સમસ્યાહોય તો તે ઇન્ડસ્ટ્રી છોડવા સંવતંત્ર છે. કંગનાએ પીડિતાનું કાર્ડ રમવાનું બંધ કરવું જોઇએ. કંગનાએ પણ જણાવ્યું હતું કે કરણ બૉક્સ ઑફિસના આંકડામાં ઘાલમેલ કરે છે.
આલિયા ભટ્ટઅને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની બૉક્સ ઑફિસ પર બ્લોકબસ્ટર હતી. ફિલ્મે 355 કરોડથી વધુની કમાણી કરી હતી, પણ કંગનાએ ફિલ્મની કમાણીના આંકડા ખોટા ગણાવ્યા હતા.
વર્ક ફ્ર્ન્ટની વાત કરીએ તો કરણની આગામી ફિલ્મ ‘Kill’ છે. આ ફિલ્મ પાંચમી જુલાઇએ રિલીઝ થશે. ફિલ્મમાં અતિશય હિંસા છે.
Also Read –