નેશનલ

Kanwar Yatra: ‘સુનાવણી જલ્દી થવી જોઈએ, નહીં તો યાત્રા પૂરી થઈ જશે’ કોર્ટ સમક્ષ યુપી સરકારની વિનંતી

નવી દિલ્હી: કાવડ યાત્રાના રૂટ (Kanwar Yatra) પર આવેલી દુકાનોની બહાર નેમપ્લેટ લગાડવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશો મામલે વિવાદ સર્જાયો છે, આજે પણ ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન, કોર્ટે નેમપ્લેટ લગાવવા માટે યુપી સરકારના નિર્દેશો પર સ્ટે આપવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી લગભગ ત્રણ અઠવાડિયા પછી કરવામાં આવશે.

આ રીતે એ બાબત સ્પષ્ટ થઇ ગઈ છે કે આ વર્ષની સમગ્ર કાવડ યાત્રા દરમિયાન સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ ચાલુ રહેશે. હવે કોર્ટ જે આદેશ આપશે ભવિષ્યની યાત્રા માટે લાગુ થશે.

દુકાનદારોને દુકાન બહાર નામ લખાવું ફરજીયાત નહીં રહે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે દુકાનદારો પોતાનું નામ લખવા માંગતા હોય તેઓ લખી શકે છે. કોર્ટે તમામ પક્ષકારોને જવાબ આપવા માટે સમય આપ્યો છે. વધુ સુનાવણી ત્રણ અઠવાડિયા બાદ હાથ ધરાશે.

આ પણ વાંચો : સાંપોનો મેળો, સાંપ સાથે લોકોને કરતબ કરતા જોઇ આશ્ચર્ય પામશો, જાણો શું છે વિશહરી માતાની પૂજા

સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું કે, અત્યાર સુધી માત્ર યુપી સરકારે જ પોતાનો જવાબ દાખલ કર્યો છે. ઉત્તરાખંડ સરકાર પાસેથી સમય માંગવામાં આવ્યો છે. કોર્ટે પૂછ્યું કે મધ્યપ્રદેશ તરફથી કોણ છે. મધ્ય પ્રદેશ સરકારના વકીલે કહ્યું કે અમે પણ જવાબ દાખલ કરીશું, પરંતુ અહીં કોઈ ઘટના બની નથી. ઉજ્જૈન નગરપાલિકાએ કોઈ આદેશ પણ પસાર કર્યો નથી. દિલ્હીના વકીલે કહ્યું કે અમે કાવડ માર્ગો પર નેમપ્લેટ લગાવવા અંગે કોઈ આદેશ પસાર કર્યો નથી.

યુપી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે રાજ્ય સરકારના નિર્દેશો પર એકતરફી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મામલે જલ્દી સુનાવણી થવી જોઈએ, નહીં તો યાત્રા પૂરી થઈ જશે.

જેના જવાબમાં અરજદારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આવો આદેશ 60 વર્ષથી આવ્યો નથી. જો આ વર્ષે તેનો અમલ નહીં થાય તો કંઈ ખોટું નહીં થાય. કોર્ટે વિગતવાર સુનાવણી કરીને નિર્ણય લેવો જોઈએ.
કાવડિયાના એક જૂથ વતી અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે મારે ડુંગળી અને લસણ વગરનો સાત્વિક ખોરાક જોઈએ છે. ધારો કે નામ વાંચીને આપણે માતા દુર્ગા ઢાબામાં પ્રવેશીએ અને ખબર પડે કે માલિક અને સ્ટાફ અલગ લોકો છે, તો સમસ્યા થશે. જો તેમને અધિકારો છે, તો અમને પણ ધાર્મિક અધિકારો છે.

જવાબમાં ન્યાયાધીશે કહ્યું કે અમે માત્ર એટલું જ કહ્યું કે દુકાનદારને તેનું નામ લખવા માટે દબાણ ન કરવું જોઈએ. કોઈને લખવું હોય તો કોઈ પ્રતિબંધ નથી. જેને વાંચવું હોય તેણે વાંચવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button