પોરબંદરથી માદરે વતન પહોંચ્યો શહીદનો પાર્થિવ દેહ, શહીદની પત્નીના શબ્દોએ સૌને રડાવ્યા
લખનઉ: પોરબંદર હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં શહીદ થયેલા ડેપ્યુટી કમાન્ડર સુધીર યાદવના પાર્થિવ દેહને માદરે વતન લઈ જવામાં આવ્યો હતો. શહીદના મૃતદેહના અંતિમ દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. પરિવારના સભ્યનો મૃતદેહને પહોંચતા જ પરિવારની કરૂણ ચિત્કારો ઉઠી હતી. શહીદના પત્નીએ અશ્રુભરી આંખોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં એક ચિઠ્ઠી અર્પણ કરી હતી અને પછી તેમણે જે વાત કરી જે સાંભળીને હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
શહીદની પત્નીનો પત્ર શહીદના જજ પત્નીએ શહીદના નશ્વર દેહ પર એક પત્ર મૂકીને રડતા રડતા કહ્યું, વી આર પ્રાઉડ ઓફ યુ સુધીર…. તમે હંમેશા દેશની સેવા માટે તત્પર રહ્યા. પ્લીઝ આ પત્ર વાંચી લેજે. અમે બધા ઠીક છીએ… તમે જ્યાં પણ હોવ ધ્યાન રાખજો.” આ દ્રશ્ય જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ. કોસ્ટ ગાર્ડ યુનિટના અધિકારીઓ દ્વારા પત્નીને સાંત્વના આપવામાં આવી હતી. બુધવારે બિથુરમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
વતનમાં શ્રદ્ધાંજલિ શહીદ સુધીર યાદવ, મૂળ શિવલીના હરકિશનપુરના રહેવાસી હતા. તેઓ ભારતીય કોસ્ટ ગાર્ડમાં પાઈલટ હતા. પોરબંદરમાં રવિવારે હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં સુધીર યાદવ સહિત ત્રણ લોકો શહીદ થયા હતા. મંગળવારે લખનૌ એરપોર્ટથી મૃતદેહને શ્યામ નગર સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. તે સમયે રાજકીય નેતાઓથી લઈને અધિકારીઓ સહિત કોસ્ટ ગાર્ડ કાનપુર અને પોરબંદર યુનિટના અધિકારીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. બુધવારે સવારે પરિવારજનો મૃતદેહને તેમના વતન ગામ હરકિશનપુર લઈ જશે.
Also read: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળો પર આતંકવાદી હુમલો, એક જવાન શહીદ
સ્મારક બનાવવા માંગ ગુજરાતથી સ્પેશિયલ પ્લેન દ્વારા મૃતદેહને લખનઉ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી પોલીસે ગ્રીન કોરિડોર બનાવીને શ્યામ નગર સ્થિત ઘર સુધી પહોંચાડ્યો હતો. રાજ્યમંત્રી પ્રતિભા શુક્લા જ્યારે શ્યામ નગર પહોંચ્યા ત્યારે તેમણે શહીદના પત્ની આવૃતિને ગળે લગાવી લીધા હતા. પરિવારજનોએ કહ્યું કે સુધીરની યાદમાં ગામમાં દરવાજો કે સ્મારક કઈક બનવું જોઇએ. રાજ્યમંત્રીએ તરત જ એસડીએમ સાથે વાત કરી અને બુધવારે સવાર સુધીમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવા કહ્યું.