સન્માનઃ આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝની યાદીમાં કન્નડ લેખિકાને મળ્યું સ્થાન

બેંગલુરુઃ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે કન્નડની લેખિકા બાનૂ મુશ્તાકના કન્નડ લઘુકથા સંગ્રહ઼નું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2025ની લોંગ લિસ્ટમાં સામેલ થવું રાજ્યની ભાષા અને સંસ્કૃતિ માટે ગર્વનો વિષય છે.
કર્ણાટકની લેખિકા, કાર્યકર્તા અને વકીલ બાનૂ મુશ્તાકની કન્નડમાંથી અંગ્રેજીમાં અનુવાદિત ટૂંકી વાર્તા સંગ્રહ ‘હાર્ટ લેમ્પ’ મંગળવારે લંડનમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025ની લૉગ લિસ્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો: મિજાજ મસ્તી: એક ‘અગાથા’ની ગાથા: ‘ગુમનામ’ની નામચીન લેખિકા
સિદ્ધારમૈયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ પોસ્ટ શેર કરી અને લખ્યું હતું કે, ‘કન્નડ સાહિત્ય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. બાનુ મુશ્તાકનો કન્નડ ટૂંકી વાર્તા સંગ્રહ ‘આંતરરાષ્ટ્રીય બુકર એવોર્ડ’ની લૉગ લિસ્ટમાં સામેલ થયો છે. આ આપણી ભાષા અને સંસ્કૃતિ માટે એક મોટું સન્માન છે! ‘
તેમણે કહ્યું હતું કે આ એવોર્ડ વૈશ્વિક સ્તરે કન્નડ વાર્તા કહેવાની પરંપરાને વૈશ્વિક સ્તર પર પ્રશંસા અપાવવાનો માર્ગ બનાવશે અને તેમણે બાનુ મુશ્તાકને હાર્દિક અભિનંદન આપ્યા હતા. આ પુસ્તકે જજોને પોતાની જીવંત, બોલચાલની ભાષામાં લખવામાં આવેલા ભાવનાત્મક અને ઊંડી આંતરદ્રષ્ટિ આપનારી શૈલીના કારણે પ્રભાવિત કર્યા છે.