
ફેશન, કેવિન, પંગા, થલાઈવા જેવી ફિલ્મો આપી લોકોના દિલ જીતનાર બોલીવૂડ અભિનેત્રી Kangna Ranut હાલમાં તો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે. અભિનેત્રી પોતાના વતન હિમાચલ પ્રદેશના મંડી બેઠકની ભાજપની ઉમેદવાર છે અને જોરશોરથી પ્રચાર કરી રહી છે.
પણ કંગનાની એક્ટિંગના ફેન્સ માટે એક ખરાબ સમાચાર છે. કંગનાએ સંકેત આપ્યો કે જો તે લોકસભાની ચૂંટણી જીતશે તો તે ધીરે ધીરે શોબિઝની દુનિયા છોડી શકે છે. કારણ કે તે માત્ર એક જ કામ પર ધ્યાન આપવા માંગે છે.
મંડી (Mandi Loksabha election)ની દીકરી કંગના જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેને આશા છે કે તે આ ચૂંટણીમાં જીતશે. એક વાતચીતમાં તેણે કંગનાએ સંકેત આપ્યો કે જો તે લોકસભાની ચૂંટણી જીતશે તો તે ધીરે ધીરે શોબિઝની દુનિયા છોડી શકે છે. કારણ કે તે માત્ર એક જ કામ પર ધ્યાન આપવા માંગે છે. કંગનાને પૂછવામાં આવ્યું – તે ફિલ્મો અને રાજનીતિ કેવી રીતે મેનેજ કરી શકશે? આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, હું ફિલ્મોમાં અભિનય પણ કરું છું, રોલ પણ કરું છું અને દિગ્દર્શન પણ કરું છું. જો મને રાજકારણમાં એવી શક્યતા દેખાઈ કે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે, તો જ હું રાજનીતિ કરીશ.
મને લાગે છે કે લોકોને મારી જરૂર છે તો હું તે દિશામાં જઈશ. જો હું મંડીથી જીતીશ તો જ રાજનીતિ કરીશ. ઘણા ફિલ્મમેકર્સ મને કહે છે કે રાજકારણમાં ન જાવ. તમારે લોકોની અપેક્ષાઓ પ્રમાણે જીવવું જોઈએ. મારી અંગત મહત્વાકાંક્ષાઓને કારણે લોકો તકલીફમાં મૂકાય તે સારું નથી. મને લાગે છે કે સૌ પ્રથમ તમારે તમારી પાસેથી લોકોની અપેક્ષાઓ સાથે ન્યાય કરવો જોઈએ.
અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે રાજનીતિનું જીવન ફિલ્મો કરતા સાવ અલગ છે. ત્યારે તેણે કહ્યું કે આ ફિલ્મોની ખોટી દુનિયા છે. તે અલગ વાતાવરણ સર્જાય છે. લોકોને આકર્ષવા માટે બબલ બનાવવામાં આવે છે. પણ રાજકારણ એ વાસ્તવિકતા છે. મારે લોકોની અપેક્ષાઓ પ્રમાણે જીવવું છે, હું લોકસેવામાં નવી છું મારે ઘણુ શિખવાનું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગનાની આગામી ફિલ્મ ઈમરજન્સી છે, જેમાં તેણે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ આ વર્ષે 14 જૂને રિલીઝ થવાની છે. તે પહેલા ચોથી જૂનના રોજ ચૂંટણીના પરિણામો છે ત્યારે ફેન્સને ખબર પડી જશે કે કંગનાની ફિલ્મો તેમને આગળ જોવા મળશે કે નહીં.