ટોપ ન્યૂઝનેશનલ

સાંસદ બન્યાના બીજા દિવસે Kangana Ranautને Chandigarh Airport પર પડ્યો તમાચો, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી બનેલી સાંસદ કંગના રનૌત (Bollywood Actress And Newly Appointed MP Kangana Ranaut) સાથે ચંડીગઢ એરપોર્ટ પર કંઈક એવું બની ગયું હતું કે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય. મળી રહેલી માહિતી પ્રમાણે કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ ગાર્ડ (CISF Gaurd)એ લાફો મારી દીધો હતો. એક્ટ્રેસે આ મામલે સખત કાર્યવાહી કરવાની માગણી કરી છે અને કંગનાને લાફો મારનાર ગાર્ડની ઓળખ કુલવિંદર કૌર તરીકે કરવામાં આવી છે.

કંગના રનૌતના પોલિટિકલ એડવાઈઝર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચંડીગઢ એરપોર્ટ પર તહેનાર સીઆઈએસએફની મહિલા ગાર્ડે કંગના રનૌતને લાફો મારી દીધો હતો અને એક્ટ્રેસે આ સીઆઈએસએફ ગાર્ડને કાઢી મૂકવાની માગણી કરતાં તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની માગણી કરી છે.

સીઆઈએસએફની મહિલા ગાર્ડ કંગના રનૌતે કિસાન આંદોલન મુદ્દે આપેલા નિવેદનથી નારાજ હતી અને આ કારણે જ તેણે કંગનાને તમારો મારી દીધો હતો. અહીંયા તમારી જાણકારી માટે કે હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌત (Kangana Ranaut)ને લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી અને તે જિતી ગઈ હતી.

આ પણ વાંચો : કંગના રનૌત (Kangana Ranaut)ને સતાવી રહ્યો છે આ ડર…

ચૂંટણીમાં મળેલી જિત બાદ આજે કંગના રનૌત દિલ્હી જવા રવાના થઈ છે અને એવા સમયે જ તેને લાફો મારવાના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી માટે રવાના થતાં પહેલાં કંગનાએ માતના આશિર્વાદ લીધા હતા અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતાં લખ્યું હતું કે તે સંસદ માટે રવાના થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button