નેશનલમનોરંજન

સીએમ યોગી પહોંચ્યા આ અભિનેત્રીની ફિલ્મ જોવા…

કંગના આમ તો તેના બોલ્ડ અંદાજ અને બેબાક નિવેદનો માટે જાણીતી છે. અને તેના નિવેદનોના કારણે તે હંમેશા ચર્ચામાં પણ રહે છે. જો કે હાલમાં કંગનાની ચારે બાજુ જે ચર્ચા ચાલી રહી છે તેનું કારણ થોડું હટકે છે. તો ચાલો તમને જણાવું કે કંગનાની ફિલ્મ નથી ચાલી રહી તેમ થતાં કંગના કેમ ચમકી રહી છે.

કંગનાની સપ્ટેમ્બરમાં રિલીઝ થયેલી ચંદ્રમુખી 2 ઊંધા માથે પછડાઇ અને તેજસ પણ એટલો ખાસ કંઇ કમાલ બતાવી શકી નહી. જો કે કંગનાને તેજસથી ઘણી આશાઓ હતી. પરંતુ દર્શકો પર તેજસ પોતાનો જાદુ પાથરી શકી નથી પરંતુ તેજસના કારણે જ અભિનેત્રીની ચર્ચાઓ ચારે બાજુ થઇ રહી છે. વાત કંઇક એમ છે કે કંગના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનને મળવા પોતાની ટીમ એને બહેન સાથે ગઇ હતી જ્યાં તેની ફિલ્મ તેજસની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કંગનાએ સોશિયલ મિડીયા પર ફોટો શેર કરીને લખ્યું હતું કે વિથ માય ડ્રીમ ટીમ અને સીએમ યોગી સાથે તેજસના સ્ક્રીનિંગની ખુશી વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત કંગનાએ લખ્યું હતું કે ભારતીય એરફોર્સ પર આધારિત ફિલ્મ તેજસ હું સીએમ યોગીને બતાવવા માટે આતુર છું. આ પ્રસંગે કંગના વાઇટ સાડી અને એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે નોઇડામાં ફિલ્મ સીટીનું નિર્માણ થવાનું છે જેના માટે સ્પેશ્યલ કેટલાક મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં કંગનાની સાથે અક્ષય કુમાર અને બોની કપૂર પણ હાજર રહ્યા હતા. ત્યારે એવી પણ વાતો સાંભળવા મળી રહી છે કે સરકાર કંગનાની તેજસ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત પણ કરી શકે છે. જો કે બોક્સ ઓફિસ પર તેજસના ઘણા શો કેન્સલ પણ કરવા પડ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ