પહેલા ગળે મળ્યા, તાળી આપી, જુઓ ચિરાગ- કંગનાની કેમિસ્ટ્રી
લોકસભા ચૂંટણી 2024માં હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ કંગના રનૌત ચર્ચામાં છે. તો બીજી તરફ નેશનલ ક્રશ બની ચૂકેલા લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાન પણ લાઇમલાઇટ મેળવવાની કોઇ તક નથી છોડી રહ્યા. કંગના અને ચિરાગ બંને સારા મિત્રો છે. બંને ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. સંસદના કામકાજના પહેલા દિવસે બંને યુવાન સાંસદ એકબીજાના હાથમાં હાથ નાખી, એકબીજાને તાળી આપતા સંસદ ભવનની અંદર જતા જોવા મળતા બંનેની કેમિસ્ટ્રી આંખે ઉડીને વળગી હતી.
વાયરલ થઇ રહેલા વીડિયોમાં કંગના રનૌત અને ચિરાગ પાસવાનની મિત્રતાની ઝલક જોવા મળે છે. કંગના રનૌત અને ચિરાગ પાસવાન સંસદનીબહાર જોવા મળ્યા હતા. તેઓએ એકબીજાને ગળે લગાવ્યા હતા, પછી કંઇક વાત કરતા હસતા હસતા એકબીજાને તાળી આપી હતી અને પછી સંસદની અંદર જતા રહ્યા હતા.
દિવંગત રાજનેતા રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાનની વાત કરીએ તો તેમણે 2011માં અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનયના શોખીન ચિરાગે એક ફિલ્મ- ‘મિલે ના મિલે હમ’ કરી હતી. આ ફિલ્મમાં તેની લીડ હિરોઇન કંગના રનૌત જ હતી. આ બંને ઉપરાંત ફિલ્મમાં પંજાબી અભિનેત્રી નીરુ બાજવા અને ચક દે ઈન્ડિયા સ્ટાર સાગરિકા ઘાટકે પણ હતી. જોકે, આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ખાસ કંઇ ઉકાળી શકી નહોતી અને ચિરાગ પાસવાને અભિનય કારકિર્દીને અલવિદા કરી રાજનીતિમાં પદાર્પણ કરી દીધું હતું. રાજનીતિમાં તો જોકે, તેઓ કાફી સફળ પણ થયા છે.
ચિરાગે ભલે અભિનય છોડી દીધો હોય પણ તેમની પહેલી અભિનેત્રી કંગનાને તેઓ ભૂલ્યા નથી. બંને વચ્ચે આજે પણ સારી દોસ્તી છે, જે સંસદમાં પણ જોવા મળશે જ. તેમના જેવા યંગ લોકો રાજનીતિમાં હશે તો દેશની યુવા બ્રિગેડને પણ રાજકારણમાં રસ પડશે જ.
Also Read –