નેશનલ

Beef ખાવા અંગે કોંગ્રેસ નેતાએ ‘Kangana Ranaut’ પર ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો વળતો પ્રહાર

નવી દિલ્હીઃ રાજકારણીઓ કઇ બાબતને ક્યારે રાજકારણનો મુદ્દો બનાવી દે એનું કંઇ કહેવાય નહીં. હવે હાલમાં જ કૉંગ્રેસના નેતાએ બીફ ખાવાને લઇને કંગના રનૌત પર સવાલ ઉઠાવ્યા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે હાલમાં બીજેપી ઉમેદવાર કંગના રનૌત પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપે કંગનાને ટિકિટ આપી, જેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તે બીફ પસંદ કરે છે અને ખાય છે. હિમાચલ પ્રદેશની મંડી સીટથી ભાજપના લોકસભાના ઉમેદવાર અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં જ કહ્યું હતું કે તે બીફ ખાય છે.

ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે વડેટ્ટીવારની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું હતું કે તે કોંગ્રેસની “ગંદી સંસ્કૃતિ” દર્શાવે છે. તે અમારી સાથે મુદ્દાઓ પર લડી શકતી નથી. આ પક્ષની પરાજિત માનસિકતા દર્શાવે છે.


ભાજપના નેતા શાઇના ચુડાસમા મુનોતે પણ કોંગ્રેસ પર “મહિલા વિરોધી” હોવાનો આરોપ લગાવ્યો હતો અને કંગના રનૌતની તસવીર અપલોડ કરનાર પાર્ટીના નેતા સુપ્રિયા શ્રીનેતેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સાંસદ રણદીપ સુરજેવાલાએ હેમા માલિની વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો અેન જણાવ્યું હતું કે કૉંગ્રેસ પાર્ટી વૈચારિક રીતે કેટલી નબળી છે તેનું આ ઉદાહરણ છે. તેમને ચાર જૂને જવાબ મળશે, જ્યારે ભારતની મહિલાઓ આ મહિલા વિરોધી પાર્ટી વિરુદ્ધ વોટ કરશે.

કોંગ્રેસનો સોશિયલ મીડિયા વિભાગનો હવાલો સંભાળતા સુપ્રિયા શ્રીનેતેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કંગના રનૌત પર વાંધાજનક પોસ્ટ શેર કરવામાં આવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો. ભાજપે કંગના રનૌતને તેના લોકસભા ઉમેદવાર તરીકે ઉતાર્યાના એક દિવસ પછી કરવામાં આવેલી આ પોસ્ટમાં કંગના રનૌતના એકદમ ચુસ્ત ટાઇટ કપડામાં અપમાનજનક કૅપ્શન સાથે ફોટો શેર કર્યો હતો.

થોડા દિવસો પછી, જ્યારે બીજેપી આઈટી સેલના વડા અમિત માલવીયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં કોંગ્રેસના સાંસદ હેમા માલિની વિશે કેટલીક વાંધાજનક ટિપ્પણી કરતા સાંભળવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રણદીપ સુરજેવાલા પર પણ ભાજપે આકરા પ્રહારો કર્યા હતા.

સંબંધિત લેખો

Back to top button