
નવી દિલ્હી : દક્ષિણના સુપરસ્ટાર કમલ હાસન હાલ તેમની ફિલ્મ ઠગ લાઈફને મુદ્દે ચર્ચામાં છે. ત્યારે ભાષાકીય વિરોધમાં કમલ હાસનનું નામ પણ પ્રકાશમાં આવ્યું છે. જેમાં થોડા દિવસો પહેલા કન્નડ ભાષા અંગે આપેલા નિવેદન બાદ કમલ હાસનનો ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
કમલ હાસનના પૂતળા દહન કર્યું
કન્નડ ભાષાના સમર્થકોએ ગઈકાલે કમલ હાસનનું પૂતળા દહન કરીને વિરોધ પણ કર્યો છે. કમલ હાસનના આ વિવાદ બાદ કર્ણાટકના મંત્રી શિવરાજ તંગડગીએ પણ કમલ હાસનને માફી માંગવા કહ્યું છે. આ ઉપરાંત શનિવારે કમલ હાસન વિરુદ્ધ કર્ણાટકમાં ઘણી જગ્યાએ ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: કન્નડ અને તમિલ વિવાદ વચ્ચે કમલ હાસન ડીએમકેની મદદથી રાજ્યસભા એન્ટ્રી કરશે
કમલ હાસનને માફી માંગવા પણ કહ્યું
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કમલ હાસન તેમની આગામી ફિલ્મ ઠગ લાઈફનું પ્રમોશન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું હતું જેના પછી હોબાળો થયો હતો. કમલ હાસને કહ્યું હતું કે કન્નડ ભાષા તમિલમાંથી જન્મી છે. આ નિવેદન બાદ કન્નડ ભાષાના લોકોએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું અને કમલ હાસનને માફી માંગવા પણ કહ્યું હતું.
હું માફી નહીં માંગું
આ પછી કમલ હાસનને પણ માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ કમલ હાસન પોતાના નિવેદન પર અડગ રહ્યા અને માફી માંગવાનો ઇનકાર કર્યો. કમલ હાસને કહ્યું કે હું તમિલ, તેલુગુ અને કન્નડ ભાષા અને તેના લોકોનો હૃદયથી આદર અને પ્રેમ કરું છું. પરંતુ હું માફી નહીં માંગું. કમલ હાસનના આ નિવેદન પછી લોકો ગુસ્સે ભરાયા અને વિરોધ શરૂ કર્યો.
આ પણ વાંચો: 30 વર્ષ નાની અભિનેત્રી સાથે કમલ હાસને કરી કિસ! સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ શરૂ…
ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધ મૂકવાની માંગ
લોકસભા સાંસદ એલઆર શિવરામ ગૌડા અને અન્ય કાર્યકરોની આગેવાની હેઠળ કન્નડ સમર્થક જૂથોએ કમલ હાસનની આગામી ફિલ્મ ઠગ લાઈફ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. કન્નડ ભાષાના કેટલાક સમર્થકોએ તેમનો જોરદાર વિરોધ કરતા કમલ હાસનના પુતળા પણ બાળ્યા છે. કમલ હાસનની ફિલ્મ ઠગ લાઈફ 5 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.