નેશનલ

દિલ્હીના કાળકાજી મંદિરમાં સ્ટેજ તૂટી પડતા નાસભાગ થઈ ગઈ અને…..

નવી દિલ્હી :દિલ્હીના કાળકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં સ્ટેજ પરથી ઘણા લોકો પડી ગટા હતા જેમાં 17 લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું મૃત્યુ થયું હતું. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આયોજકો સામે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. આ ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ જાણીતા સિંગર આ જાગરણમાં આવ્યા હતા અને તેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જ્યારે સિંગર સ્ટેજ પર ગાઈ રહ્યા હતા ત્યારે જ સ્ટેજ તૂટી પડ્યું હતું. અને તેયરબાદ એટલામાં નાસભાગ થઈ ગઈ હતી. અકસ્માતમાં ઘણા લોકો સ્ટેજ નીચે પણ દબાઈ ગયા હતા.

સ્થાનિક લોકોની મદદથી પોલીસે સ્ટેજ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અંદાજે 1500 થી 1600 લોકોની ભીડ જાગરણમાં પહોંચી હતી. લોકો આયોજકો અને વીઆઈપીના પરિવારો માટે બનાવેલા પ્લેટફોર્મ પર ચઢી ગયા હતા, જેના કારણે અકસ્માત થયો હતો. અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને 17 લોકો ઘાયલ થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ક્રાઈમ ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જો કે તમામ ઘાયલોની હાલત સ્થિર છે.આ ઘટના બન્યા બાદ પોલીસે આયોજકો સામે IPCની કલમ 337/304A/188 હેઠળ કેસ નોંધ્યો છે.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોશિયલ મિડીયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે કાળકાજી મંદિરના જાગરણ દરમિયાન ગઈકાલે રાત્રે જે દુર્ઘટના થઈ તે ખૂબ જ દુઃખદ છે. અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે, તેમની આત્માને શાંતિ મળે. હું ઘાયલ થયેલા 17 લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. હું દિલ્હીના તમામ લોકોને અપીલ કરું છું કે કોઈપણ પ્રકારની મોટી ઘટનામાં સુરક્ષાના માપદંડોનું ખાસ ધ્યાન રાખો અને એવી વ્યવસ્થા કરો કે કોઈ અપ્રિય ઘટના ન બને.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button