ધર્મતેજનેશનલ

આવતીકાલે છે કાળભૈરવ જયંતી; જાણો કઈ રીતે કરશો ભગવાન કાળભૈરવ અને શંકરની પૂજા?

કાલભૈરવાષ્ટમીનો દિવસ ભગવાન શિવના ઉગ્ર અને રક્ષણ સ્વરૂપ કાલભૈરવની પૂજા માટે સમર્પિત છે. આ પર્વ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. કારતક મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીને કાલભૈરવ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કાલભૈરવ પ્રગટ થયા હતા. કાલભૈરવને સમય અને મૃત્યુના દેવતા કહેવામાં આવે છે. કાલભૈરવને કાશીના રક્ષક માનવામાં આવે છે અને તેમની પૂજાથી ભય, અનિષ્ટ અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.

કાલે કાલ ભૈરવ જયંતિ:

પંચાંગ અનુસાર, કારતક મહીનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીની તિથિ 22 નવેમ્બરે સાંજે 6:07 વાગ્યે શરૂ થશે, જે 23 નવેમ્બર, 2024ના રોજ સાંજે 7:56 વાગ્યે સમાપ્ત થશે. પંચાંગ અનુસાર, કાલ ભૈરવની પૂજા પ્રદોષ કાળ દરમિયાન 22 નવેમ્બર, શુક્રવારે કરવામાં આવશે.

કેવી રીતે કરશો ભગવાન શિવ અને કાળભૈરવની પૂજા?

સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ.
શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ભગવાન કાલભૈરવની પૂજા માટે પૂજા સ્થળ તૈયાર કરો.
ભગવાન શિવ અને કાલભૈરવની મૂર્તિ અથવા છબીની સામે દીવો પ્રગટાવો.
તેમને તલ, સરસવનું તેલ અને કાળા તલ ચઢાવો.
કાલભૈરવ અષ્ટક કે તેમની સ્તુતિ કરવી. ફળ અર્પણ કરવા.
આરતી કરો. અંતમાં ક્ષમા માટે પણ પ્રાર્થના કરો. કાળા કૂતરાઓને પણ ભોજન કરાવો.
આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

કાલાષ્ટમીના દિવસે ઉપવાસ કરવાનું અને જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્ર અને દાન આપવાનું મહત્વ છે. કાશીના કાલભૈરવ મંદિરમાં દેશ-વિદેશમાંથી હજારો લોકો પૂજા કરવા આવે છે. અહીં ભક્તો ભગવાન કાલભૈરવના દર્શન કરે છે અને તેમના પાપોમાંથી મુક્તિ અને સુખાકારી માટે તેમની પાસે પ્રાર્થના કરે છે.

ઉપવાસના ફાયદા:

કાલભૈરવની આરાધનાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. જીવનની નકારાત્મકતા અને ભય દૂર થાય છે. માનસિક શાંતિ અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન કાલભૈરવના આશીર્વાદ મેળવી જીવનમાં સકારાત્મકતા લાવવાનો પ્રયાસ કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button