KVS Admission 2024-25: કેન્દ્રિય વિદ્યાલય પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરૂ થશે? જાણી લો ધોરણ પ્રમાણે વય મર્યાદા

નવી દિલ્હી: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) ટૂંક સમયમાં સત્ર 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી શકે છે (KVS Admission 2024-25). આ વખતે જે વાલીઓએ તેમના બાળકોને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ અપાવવો હોય તેમણે સૌપ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને રાઈટ ટુ એજ્યુકેશન (RTE) 2009 હેઠળ વય મર્યાદાની પાત્રતા તપાસવી જોઈએ કારણ કે તે આ વર્ષથી બદલાઈ ગઈ છે.
કેન્દ્રિય વિદ્યાલયના આગામી સત્ર (KVS Admission 2024) ના ધોરણ 1 થી 10ના એડમિશન માટે ટૂંક સમયમાં જ તારીખો બહાર પડી જશે અને પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ જશે. પ્રવેશ મેળવતા પહેલા, માતાપિતાએ ખાતરી કરી લેવી જોઈએ કે તેમના બાળકની વાય મર્યાદાને લઈને ખાસ ધ્યાન હોકું જોઈએ. કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને શિક્ષણનો અધિકાર (RTE) 2009 હેઠળ, હવે પ્રવેશ મેળવવા માટેની લઘુત્તમ વય નિર્ધારિત કરવામાં આવી છે. જો તમારું બાળક નિયત વર્ગ માટે નિર્ધારિત વયનું નથી, તો તેને પ્રવેશ આપવામાં આવશે નહીં.
જો તમે તમારા બાળકને કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1 માં પ્રવેશ અપાવવા માંગો છો, તો તેની લઘુત્તમ ઉંમર 6 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. તેવી જ રીતે, ધોરણ 1 થી 10 માટે લઘુત્તમ અને મહત્તમ વય નિર્ધારિત કરવામાં આવી છે. વર્ગ અનુસાર લઘુત્તમ અને મહત્તમ વય નીચે મુજબ છે-
વર્ગ 1 – ન્યૂનતમ (મિનિમમ) 6 વર્ષ અને મહત્તમ (મેકસીમમ) 8 વર્ષ
વર્ગ 2 – ન્યૂનતમ 7 વર્ષ અને મહત્તમ 9 વર્ષ
વર્ગ 3 – ન્યૂનતમ 7 વર્ષ અને મહત્તમ 9 વર્ષ
વર્ગ 4 – ન્યૂનતમ 8 વર્ષ અને મહત્તમ 10 વર્ષ
વર્ગ 5 – ન્યૂનતમ 9 વર્ષ અને મહત્તમ 11 વર્ષ
વર્ગ 6 – ન્યૂનતમ 10 વર્ષ અને મહત્તમ 12 વર્ષ
વર્ગ 7 – ન્યૂનતમ 11 વર્ષ અને મહત્તમ 13 વર્ષ
વર્ગ 8 – ન્યૂનતમ 12 વર્ષ અને મહત્તમ 14 વર્ષ
વર્ગ 9 – ન્યૂનતમ 13 વર્ષ અને મહત્તમ 15 વર્ષ
વર્ગ 10 – ન્યૂનતમ 14 વર્ષ અને મહત્તમ 16 વર્ષ
પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટેની અરજીની પ્રક્રિયા એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવી હતી, તેથી આ વર્ષે પણ તે જ મહિનાથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
જો કે, એપ્રિલ મહિનાથી દેશભરમાં લોકસભાની ચૂંટણી શરૂ થશે, જેના કારણે આ વર્ષે તેમાં વધુ વિલંબ થઈ શકે છે. KVS પ્રવેશ સંબંધિત વધુ વિગતો માટે, તમે સત્તાવાર વેબસાઇટ kvsangathan.nic.in ની મુલાકાત લઈ શકો છો.