કોર્ટમાં જ્યોતિ મલ્હોત્રાને ના મળી શક્યા તેના પિતા, કહ્યું – મને કોઈએ ખોટો…

નવી દિલ્હીઃ પાકિસ્તાન માટે જાસૂસી (Pakistan Spy) કરવાના આરોપ હેઠળ ભારતીય યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા (Jyoti Malhotra)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી તે દરમિયાન તે તેના પિતાને મળી શકી નહોતી. જ્યારે જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રા (Harish Malhotra)અદાલત પહોંચ્યાં તે પહેલા જ જ્યોતિ મલ્હોત્રાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, એટલું જ નહીં પરંતુ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને પાછી પણ લઈ જવામાં આવી હતી. જેથી જ્યોતિ સાથે તેના પિતાની મુલાકાત થઈ શકી નહોતી. આ મામલે તેના પિતાનું કહેવું છે કે, કોઈ કે તેમને ખોટા સમયે આવવાનું કહ્યું હતું.
જ્યોતિ મલ્હોત્રાના પક્ષમાં કયો વકીલ કેસ લડી રહ્યો છે?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રા (Harish Malhotra)નું કહેવું એવું છે કે, ‘તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તેને બપોરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેથી જ હું ત્યાં ગયો. પણ હું પહોંચ્યો ત્યાં સુધીમાં તે જતી રહી હતી.કોઈએ મને ખોટો સમય આપ્યો હતો’. મહત્વની વાત એ છે કે, પિતા હરીશ મલ્હોત્રાએ વારંવાર જ્યોતિને મળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પરંતુ જ્યોતિની ધરપકડ થયા બાદ હજી તેની તેના પિતા સાથે મુલાકાત થઈ નથી.
જ્યોતિ મલ્હોત્રાએ કોર્ટમાં કહ્યું હતું કે, તેણે બચાવ માટે કોઈ વકીલને રાખ્યો નથી. જેથી જ્યોતિ મલ્હોત્રાનો કેસ લડવા માટે કોર્ટે ડિફેન્સ લીગલ એઇડ કાઉન્સિલને તેની કાનૂની મદદ કરવા માટે આદેશ આપ્યો હતો. જેથી જોગમણી શર્મા, દીપક અને નીતિને જ્યોતિ મલ્હોત્રાના બચાવમાં દલીલો કરી હતી. જ્યારે સામે સરકાર વતી સરકારી વકીલ મનદીપ બડક કોર્ટે દલીલો કરી હતી.
આ કેસ હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, જ્યોતિ મલ્હોત્રા એ લોકોમાં સામેલ છે જેમણે ભારતની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને આપી હોવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના 12 લોકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે.
જ્યોતિ મલ્હોત્રા પાસેથી પોલીસને કેવા પુરાવા મળ્યા?
જ્યોતિ મલ્હોત્રા એક યુટ્યુબર છે, તે તેની ટ્રાવેલ વિદ જોન નામની યુટ્યુબ ચેનલમાં પોતાના વીડિયો શેર કરતી હતી. આ કેસમાં કોઈ ચોક્કસ પુરાવા પોલીસના હાથે લાગ્યા નથી. પરંતુ જ્યોતિ મલ્હોત્રા જે પાકિસ્તાનની લોકો સાથે વાત કરતી હતી તે પાકિસ્તાનના જાસૂસ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાની જાસૂસ દાનિશ સાથે સંબંધો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસનું આ કેસમાં એવું કહેવું છે કે, જ્યોતિ ચોક્કસપણે કેટલાક લોકોના સંપર્કમાં હતી અને જાણતી હતી કે તેઓ પાકિસ્તાની ગુપ્તચર એજન્ટ છે.
આપણ વાંચો: રાહુલ ગાંધી બાલિશ વર્તન કરી રહ્યા છે, તેનાથી કોંગ્રેસને નુકસાન થશે: પ્રફુલ્લ પટેલ