નેશનલ

Justice Sanjeev Khanna: ભારતના આગામી ચીફ જસ્ટિસ બનશે સંજીવ ખન્ના, આપ્યા છે આ મહત્ત્વના ચુકાદા

Justice Sanjeev Khanna as the next Chief Justice of India: જસ્ટિસ સંજીવ ખન્ના (Justice Sanjeev Khanna) ભારતના આગામી ચીફ જસ્ટિસ (Chief Justice) બનશે. તેઓ ભારતના 51મા ચીફ જસ્ટિસ તરીકે 11 નવેમ્બરે કાર્યભાર સંભાળશે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે (Rajun Ram Meghwal) આ જાહેરાત કરી હતી. ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે (DY Chandrachud) તેમના અનુગામી તરીકે સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ (Senior Justice) સંજીવ ખન્નાના નામની ભલામણ કરી હતી. ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ 10 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.
કેવી છે જસ્ટિસ સંજીવ ખન્નાની કરિયર

જસ્ટિસ સંજીવ ખન્નાએ 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં નોંધણી કરાવી હતી. અહીંથી તેમની કાયદાકીય સફર શરૂ થઈ હતી. પ્રારંભમાં જસ્ટિસ ખન્નાએ તીસ હજારી ખાતે જિલ્લા અદાલતોમાં પ્રેક્ટિસ કરી હતી. જસ્ટિસ ખન્નાએ બંધારણીય કાયદો, આર્બિટ્રેશન, કોમર્શિયલ કાયદો, કંપની કાયદો અને ફોજદારી કાયદો સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરી હતી. તેમણે આવકવેરા વિભાગમાં વરિષ્ઠ સ્થાયી વકીલ તરીકે કામ કર્યું હતું. બાદમાં તેમને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી માટે સ્થાયી વકીલ (નાગરિક) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિપુણતા ફોજદારી કાયદામાં પણ હતી. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે અનેક કેસોમાં દલીલ કરી હતી. જસ્ટિસ ખન્નાને 2005માં દિલ્હી હાઈકોર્ટના એડીશનલ જજ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

જસ્ટિસ સંજીવ ખન્નાના મોટા ફેંસલા

જસ્ટિસ સંજીવ ખન્નાએ જાન્યુઆરી 2019માં સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે તેમની નિમણુક પહેલાં કોઈ પણ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી ન હતી. જસ્ટિસ ખન્નાએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા બદલ વચગાળાના જામીન આપ્યા હતા. જસ્ટિસ ખન્નાએ ઇવીએમમાં પડેલા મતોની 100% વીવીપીએટી ચકાસણીની વિનંતીને ફગાવી દીધી હતી.તેઓ આ કેસમાં બેન્ચનું નેતૃત્વ કરી રહ્યા હતા.જસ્ટિસ ખન્ના ચૂંટણી બોન્ડ કેસમાં પાંચ ન્યાયાધીશોની બેન્ચનો ભાગ હતા. આ ખંડપીઠે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરી હતી.જસ્ટિસ ખન્ના કલમ 370 નાબૂદ કરવાને યોગ્ય ઠેરવનારી પાંચ જજની બેન્ચનો પણ ભાગ હતા.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker