સુપ્રીમ કોર્ટ જેટલી અનુશાસનહીન કોર્ટ ક્યારેય જોઈ નથી, કઇ વાત પર ભડક્યા CJI
નવી દિલ્હીઃ જસ્ટિસ બીઆર ગવઈએ દેશની સર્વોચ્ચ અદાલતની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી છે. માહિતી અનુસાર, તેમણે સુપ્રીમ કોર્ટને સૌથી વધુ અનુશાસનહીન સ્થળ ગણાવ્યું છે અને તેની તુલના હાઈકોર્ટ સાથે કરી છે.
ગયા વર્ષે પણ તેમણે શિસ્તના મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા. મહત્વની વાત એ છે કે જસ્ટિસ ગવઈ મે 2025 માં CJI એટલે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ બનવા જઈ રહ્યા છે.
જસ્ટિસ ગવઈએ હાઈકોર્ટની પ્રશંસા કરી છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટમાં ઘોંઘાટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે કહ્યું હતું કે, ‘હું બોમ્બે, નાગપુર અને ઔરંગાબાદ બેન્ચમાં જજ તરીકે રહી ચૂક્યો છું, પરંતુ મેં હાઇ કોર્ટોમાં ક્યારેય સુપ્રીમ કોર્ટ જેવી અનુશાસનહીનતા જોઈ નથી. અહીં આપણે એક બાજુ 6 વકીલો બેઠા જોઈ શકીએ છીએ, બીજી બાજુ 6 વકીલો બેસીને એકસાથે બૂમો પાડી રહ્યા છે. હાઈકોર્ટમાં આવું ક્યારેય જોયું નથી.’
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ જસ્ટિસ ગવઈએ આવી જ ટિપ્પણી કરી હતી. કોર્ટની કાર્યવાહીમાં સતત વિક્ષેપ પાડતા વકીલો પ્રત્યે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણા જેવા હાઇ કોર્ટમાંથી આવતા લોકો માટે સુપ્રીમ કોર્ટ સૌથી અનુશાસનહીન કોર્ટ છે. કોઈપણ વ્યક્તિ ગમે ત્યાંથી બોલી શકે છે. અહીં ઘણી બધી અનુશાસનહીનતા છે.
વર્તમાન CJI સંજીવ ખન્ના ૧૩ મે, ૨૦૨૫ ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. ગયા વર્ષે નવેમ્બરમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની નિવૃત્તિ બાદ તેમણે આ પદ સંભાળ્યું હતું. તેમના પછી, જસ્ટિસ ગવઈ મે 2025 માં CJI બનવા જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે તેઓ દેશના બીજા એવા CJI બની શકે છે જે અનુસૂચિત જાતિ શ્રેણીમાંથી આવે છે. સુપ્રીમ કોર્ટને જસ્ટિસ કેજી બાલકૃષ્ણના રૂપમાં પ્રથમ દલિત સીજેઆઈ મળ્યા હતા. તેઓ ૧૧ મે ૨૦૧૦ ના રોજ નિવૃત્ત થયા હતા.
આ પણ વાંચો…ફરી ખુલશે 1978ના સંભલ રમખાણોની ફાઈલ, યોગી સરકારનો આદેશ
કોણ છે જસ્ટિસ બી. આર. ગવઇ જાણોઃ-
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈનો જન્મ 24 નવેમ્બર 1960ના રોજ અમરાવતીમાં થયો હતો. તેમનો પરિવાર બી.આર. આંબેડકરથી પ્રેરિત છે અને બૌદ્ધ ધર્મને અનુસરે છે. તેઓ સંસદના સભ્ય અને બિહાર અને કેરળના ભૂતપૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. જસ્ટિસ ગવઈ 25 વર્ષની ઉંમરે બાર કાઉન્સિલમાં જોડાયા અને 1985માં એડવોકેટ તરીકે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. જસ્ટિસ ગવઈએ બોમ્બે હાઈકોર્ટમાં 1987 થી 1990 સુધી સ્વતંત્ર રીતે પ્રેક્ટિસ કરી હતી. જસ્ટિસ ગવઈને 2003માં બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2005માં તેઓ બોમ્બે હાઈકોર્ટના કાયમી જજ બન્યા હતા. જસ્ટિસ ગવઈએ મુંબઈમાં મુખ્ય બેંચ તેમજ નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખાતે તમામ પ્રકારની સોંપણીઓ ધરાવતી બેન્ચોની અધ્યક્ષતા કરી.કરી હતી.