
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા (RBI) દ્વારા દર મહિને બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે અને આ જ અનુસંધાનમાં આજથી શરૂ થઈ રહેલાં જુલાઈ મહિનામાં આવનારી રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. ચાલો જોઈએ જુલાઈમાં મહિનામાં ક્યારે ક્યારે હશે બેંકોમાં રજા, જેથી તમે તમારા બેંકિંગના કામકાજ એ રીતે પ્લાન કરી શકો અને તમારે હાલાકી ભોગવવાનો વારો ના આવે.
દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે અને એ સિવાય વિવિધ તહેવારો અને ઉત્સવ દરમિયાન પણ જે-તે રાજ્યમાં બેંકોમાં કામકાજ બંધ રાખવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે જુલાઈ મહિનામાં કુલ 13 દિવસ બેંક બંધ રહેશે.
જુલાઈ મહિનામાં આ દિવસે બેંકો રહેશે બંધ-
- ત્રીજી જુલાઈના રોજ ખારચી પૂજાને કારણે અગરતલા ખાતે બેંકો બંધ રહેશે
- પાંચમી જુલાઈના ગુરુ હરગોવિંદજીના જન્મદિવસ નિમિત્તે જમ્મુ અને શ્રીનગર ખાતે બેંકોમાં કામકાજ નહીં થાય
- છઠ્ઠી જુલાઈના રવિવારને કારણે દેશભરની બેંકો બંધ હશે
- 12મી જુલાઈના બીજો શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે
- 13મી જુલાઈના રવિવારની રજા નિમિત્તે બેંકોમાં કામકાજ નહીં થાય
- 14મી જુલાઈના રોજ બેહ દેંખલામને કારણે શિલોંગમાં બેંકો બંધ હશે
- 16મી જુલાઈના હરેલા તહેવારને કારણે દહેરાદૂનની બેંકોમાં રજા જાહેર કરાઈ છે
- 17મી જુલાઈના યુ તિરોજ સિંહની પુણ્યતિથિને કારણે શિલોંગમાં બેંક હોલીડે હશે
- 19મી જુલાઈના કેર પૂજાને કારણે અગરતલામાં બેંકોમાં રજા આપવામાં આવી છે
- 20મી જુલાઈના રવિવારની રજા હોવાથી બેંકોમાં કામકાજ બંધ હશે
- 26મી જુલાઈના મહિનાના ચોથો શનિવાર હોવાથી દેશભરની તમામ બેંકોમાં રજા રહેશે
- 27મી જુલાઈના બેંકોમાં રવિવારની રજા રહેશે
- 28મી જુલાઈના દ્રુક્પા ત્શે-જીને કારણે ગેંગટોકમાં બેંકોમાં રજા જાહેર કરાઈ છે
આપણ વાંચો : બેંક લોકરનો ઉપયોગ કરો છો? જો આ કામ નહીં કર્યું તો સીલ થઈ જશે બેંક એકાઉન્ટ, RBI નો આ નિયમ જાણી લો…