પાકિસ્તાનના જજોને ખોટા નિર્ણયો લેવા કોણ મજબૂર કરે છે? જાણો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ન્યાયાધીશોએ ખુલાસો કર્યો છે કે દેશમાં ન્યાયનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. તેમના ખોટા નિર્ણય લખવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમના સંબંધીઓ પણ હવે સુરક્ષિત નથી. ઈસ્લામાબાદ હાઈકોર્ટના છ ન્યાયાધીશોએ દેશની ગુપ્તચર સંસ્થા ISI પર ગેરકાયદેસર દખલગીરીનો આરોપ લગાવ્યો છે. આ છ જજમાં છ જજોમાં જસ્ટિસ મોહસિન અખ્તર કયાની, તારિક મહમૂદ જહાંગીરી, બાબર સત્તાર, સરદાર ઈજાઝ ઈશાક ખાન, અરબાબ મુહમ્મદ તાહિર અને જસ્ટિસ સામન રફત ઈમ્તિયાઝનો સમાવેશ થાય છે.
ઈસ્લામાબાદ હાઈકોર્ટના છ જજોએ પત્ર લખીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલ (SJC) ના હસ્તક્ષેપની માંગ કરતા આ જજોએ જણાવ્યું છે કે પાકિસ્તાનની શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ (ISI) તેમને સ્વતંત્ર અને ઈમાનદારીથી કામ કરતા અટકાવી રહી છે. જજોએ આક્ષેપ કર્યો છે કે તેમના ઘરના બેડરૂમમાં છૂપા કેમેરા લગાવવામાં આવી રહ્યા છે, તેમના પરિવારના લોકોનું અપહરણ અને મારપીટ કરવામાં આવી રહી છે.
નકલી વીડિયો બનાવી તેમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના 6 જજોએ SJC પાસે આઈએસઆઈની દખલગીરી રોકવા અને તપાસ હાથ ધરવાની માંગ કરી છે અને જણાવ્યું છે કે દેશમા ંએવી કાનૂની વ્યવસ્થા હોવી જોઇએ કે જેથી ન્યાયતંત્ર કોઇ પણ ડર કે ધમકી વગર કાયદા અને બંધારણ અનુસાર સ્વતંત્ર નિર્ણયો લઇ શકે.