સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી દૂર રહેવાની સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોને કેમ આપી સલાહ?
નિષ્પક્ષ રહેવા માટે ખાસ કરીને સંત જેવું જીવન જીવવાની કરી ભલામણ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. જેમાં ન્યાયાધીશને સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપવાથી બચવાની સલાહ આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યુ કે, ન્યાયાધીશોએ સાધુ જેવું જીવન જીવવું જોઈએ અને ઘોડાની જેમ કામ કરવું જોઈએ. ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું, ન્યાયપાલિકામાં સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવાને કોઈ સ્થાન નથી. જાણકારી મુજબ, મધ્યપ્રદેશ હાઈકોર્ટના બે મહિલા ન્યાયાધીશ- અદિતિ કુમાર શર્મા અને સરિતા ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેના આધારે આ ટિપ્પણી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી વી નાગરત્ના અને કોટિસ્વર સિંહની બેંચે મામલાની સુનાવણી કરતાં કહ્યું કે, ન્યાયાધીશોએ ફેસબુક જેવા પ્લેટફોર્મના ઉપયોગ કરવાથી બચવું જોઈએ. કોર્ટે કહ્યું, ન્યાયાધીશોએ તેમના ફેંસલા પર સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવી જોઈએ. જો ભવિષ્યમાં આ ફેંસલાનો ઉલ્લેખ કરવામાં આવે તો તેના પર કરેલી ટિપ્પણીથી અસર થઈ શકે છે. ન્યાયાધીશોએ તેમના કામમાં ઈમાનદારી અને નિષ્પક્ષતા રાખવી જોઈએ, તેમજ સોશિયલ મીડિયાથી પણ દૂર રહેવું જોઈએ.
Also read: “આમુખમાં પરિવર્તન થઈ શકે” સંસદના અધિકારો અંગે સુપ્રીમ કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણી…
અદિત શર્માને સસ્પેન્ડ કરવા પર ઉઠ્યા સવાલ
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે અદિત કુમાર શર્મા અને સરિતા શર્માને સસ્પેન્ડ કરવા પર સંજ્ઞાન લીધું હતું. અદિત શર્માના મામલામાં દાવો કરવામાં આવ્યો હતો તેનું પ્રદર્શન 2019-20થી સતત કથળી રહ્યું હતું. 2022માં તેમનો ડિસ્પોઝલ દર 200થી પણ ઓછો હતો. જેના કારણે તેમના સસ્પેન્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અદિતિ શર્માએ હાઈકોર્ટમાં જણાવ્યું કે, તે 2021માં પ્રેગ્નેન્ટ હતી અને તે બાદ તેના ભાઈને કેન્સરનું નિદાન થયું હતું. જેના કારણે તેના પ્રદર્શન પર અસર પડી હતી.
સુપ્રીમ કોર્ટે આ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટના ન્યાયિક અધિકારીઓના કામકાજની ગુણવત્તાની સમીક્ષા કરવાની ટકોર કરી હતી. કોર્ટે કહ્યું, કોવિડ-19 મહામારીથી ન્યાયિક કામોનું મૂલ્યાંકન યોગ્ય રીતે ન કરી શકાય. તેમ છતાં ન્યાયાધીશોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી છ મહિલા સિવિલ ન્યાયાધીશને સસ્પેન્ડ કરવા મુદ્દે પણ સંજ્ઞાન લીધું હતું. આ ન્યાયાધીશોને તેમના પ્રદર્શનના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોર્ટ આ મામલાની ગંભીરતાને સમજીને હાઈકોર્ટને આ મામલામાં ફરીથી સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો