વકફ બિલ મુદ્દે ધમાલઃ JPC કમિટીમાં 31 સભ્યનો કર્યો સમાવેશ
વક્ફ બિલ પર બની JPC, આ સભ્યો છે સામેલ
સંસદીય અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ એક દિવસ પહેલા જ લોકસભામાં વક્ફ બિલ 2024 રજૂ કર્યું હતું. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને મુસ્લિમ વિરોધી ગણાવ્યો હતો. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે આ બિલ લોકસભામાં કોઈપણ ચર્ચા વિના સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવ્યું હતું.
સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે ટૂંક સમયમાં આ અંગે JPCની રચના કરવામાં આવશે. હવે આ અંગે JPCના 21 સભ્યોના નામ સામે આવ્યા છે. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ લોકસભામાં જેપીસીના 21 સભ્યોના નામ જાહેર કર્યા હતા. કિરેન રિજિજુએ કહ્યું હતું કે 31 સભ્યોની આ JPCમાં 21 સભ્યો લોકસભાના અને 10 સભ્યો રાજ્યસભાના હશે.
કિરેન રિજિજુએ કહ્યું હતું કે જેપીસી આગામી સત્રના પહેલા સપ્તાહના છેલ્લા દિવસે વકફ બિલ પર પોતાનો રિપોર્ટ સબમિટ કરશે. તેમણે લોકસભાના 21 સભ્યોના નામ પણ જાહેર કર્યા હતા, જેમને JPCમાં સામેલ કરવાની દરખાસ્ત છે. નામ સામે આવ્યા બાદ કોંગ્રેસના સાંસદ કે સુરેશે એન કે પ્રેમચંદ્રનને જેપીસીમાં સામેલ કરવાની માંગ કરી હતી.
લોકસભાના જે સાંસદોનો JPCમાં સમાવેશ કરવાની દરખાસ્ત છે, તેમાં જગદંબિકા પાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, અપરાજિતા સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ સૈકિયા, અભિજીત ગંગોપાધ્યાય, શ્રીમતી ડી.કે. અરોરા, ગૌરવ ગોગોઈ, ઈમરાન મસૂદ, મોહમ્મદ જાવેદ, મૌલાના મોહિબુલ્લાહ, કલ્યાણ બેનરજી, એ રાજા, એલએસ દેવરાયુલુ, દિનેશ્વર કામાયત, અરવિંત સાવંત, સુરેશ ગોપીનાથ, નરેશ ગણપત મળસ્કે, અરુણ ભારતી અને અસદુદ્દીન ઓવૈસીનો સમાવેશ થાય છે.
JPCમાં રાજ્યસભાના જે સાંસદોનો સમાવેશ થાય છે, તેમાં બ્રિજલાલ, મેધા વિશ્રામ કુલકર્ણી, ગુલામ અલી, રાધા મોહન દાસ અગ્રવાલ, ડૉ.સૈયદ નસીર હુસૈન, મોહમ્મદ નદીમુલ હક, વી વિજય સાઈ રેડ્ડી, એમ મોહમ્મદ અબ્દુલ્લા, સંજય સિંહ અને ડૉ ધર્મસ્થાન વીરેન્દ્ર હેગડેના નામ છે.