નેશનલ

ઉદ્ધવ ઠાકરેની ફરિયાદ દૂર થઇ, વન નેશન-વન ઈલેક્શન પર બનેલી JPCના સભ્યોની સંખ્યા વધી

નવી દિલ્હીઃ સરકારે એક સાથે ચૂંટણી યોજવાની દરખાસ્ત કરતા બે બિલની તપાસ કરવા માટે સંયુક્ત સમિતિ (JPC)ની રચના કરી છે. શિવસેના (યુબીટી)ના એક નેતાએ એ હકીકત સામે વાંધો ઉઠાવ્યો હતો કે વન નેશન-વન ઈલેક્શનના મુદ્દા પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિમાં તેમની પાર્ટીનો કોઈ સભ્ય નથી. હવે સરકારે તેમની ફરિયાદ દૂર કરી છે.

સરકારે એક સાથે ચૂંટણી યોજવાની દરખાસ્ત કરતા બે બિલની તપાસ કરવા માટે સંયુક્ત સમિતિમાં સભ્યોની સંખ્યા વધારીને 31 થી 39 કરવાની દરખાસ્ત કરી છે. આનાથી સમિતિમાં વધુ પક્ષોને પ્રતિનિધિત્વ મળશે. સરકાર દ્વારા પ્રસ્તાવિત લોકસભા સાંસદોની યાદીમાં હવે શિવસેના (UBT), માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના એક-એક સભ્ય ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે અને સમાજવાદી પાર્ટીના વધુ એક સભ્યનો સમાવેશ થાય છે.

સમિતિમાં પ્રસ્તાવિત નવા લોકસભા સભ્યોમાં ભાજપના બૈજયંત પાંડા અને સંજય જયસ્વાલ, એસપીના છોટે લાલ, શિવસેનાના (યુબીટી) અનિલ દેસાઈ, એલજેપીના શાંભવી અને સીપીઆઈ(એમ)નો કે. રાધાકૃષ્ણનનો સમાવેશ થાય છે. આ સમિતિ “વન નેશન વન ઇલેક્શન” બિલ અને બંધારણ સુધારા બિલ સહિત બે બિલની તપાસ કરશે.

Also Read – Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત, રાજયસભામાં પણ હંગામો

પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર અને પી.પી. ચૌધરી ઉપરાંત ભાજપના ભર્તૃહરિ મહાતાબ અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધી પણ સમિતિ માટે પ્રસ્તાવિત લોકસભા સભ્યોમાં સામેલ છે. લોકસભાના સભ્યોમાંથી 17 ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના છે, જેમાં 12 ભાજપના છે.

આ JPCમાં પહેલા લોકસભાના 21 સભ્ય જ હતા, પણ શિવસેના (UBT) એ લોકસભા સ્પીકરના કાર્યાલય અને સંસદીય બાબતોના મંત્રાલય સમક્ષ તેની નારાજગી વ્યક્ત કરી હતી કે તેમની પાર્ટીના કોઇ સભ્યને JPCમાં સામેલ કરવામાં આવ્યો નથી અને આશા વ્યક્ત કરી હતી કે જ્યારે શુક્રવારે ગૃહમાં આ અંગેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે ત્યારે પાર્ટીના એક સાંસદને સામેલ કરવામાં આવશે. હવે કેન્દ્ર સરકારે શિયાળુ સત્રના છેલ્લા દિવસે રજૂ થનારી દરખાસ્તમાં ઉદ્ધવના પક્ષના સાંસદનો પણ સમાવેશ કર્યો છે અને અનિલ દેસાઈનું નામ સૂચિત યાદીમાં રાખવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button