‘બાંગ્લાદેશી ઘૂસણખોરો’થી જન્મેલા બાળકોને આદિવાસીઓના અધિકારો નહીં હોય: જેપી નડ્ડા…
રાંચી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રસાદ નડ્ડાએ શનિવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે એકવાર ઝારખંડમાં ભાજપ સત્તા પર આવશે તો ઘૂસણખોર પિતા અને સ્થાનિક આદિવાસી માતાના બાળકોને આદિવાસી અધિકારો આપશે નહીં.
આ પણ વાંચો : મણિપુરમાં ફરી હિંસા: બળાત્કાર કરી મહિલાને સળગાવી દેવાઈ
પલામુ જિલ્લાના બિશ્રામપુર ખાતે ચૂંટણી રેલીને સંબોધતા નડ્ડાએ આક્ષેપ કર્યો હતો કે જેએમએમની આગેવાનીવાળી સરકારે બાંગ્લાદેશી નાગરિકોને આશ્રય આપ્યો છે અને તેઓને ભાજપની સરકાર આવ્યા બાદ ભગાડી દેવામાં આવશે.
જો ઝારખંડમાં ભાજપ સત્તા પર આવશે તો બાંગ્લાદેશી ઘૂસણખોર પિતા અને આદિવાસી માતાના બાળકોને આદિવાસી અધિકારોથી વંચિત રાખવામાં આવશે. ઘૂસણખોરીને ચાલુ રાખવા દેવામાં આવશે નહીં, એમ નડ્ડાએ કહ્યું હતું.
આ પણ વાંચો : Jharkhand માં સીએમના અંગત સલાહકારના નિવાસે આવકવેરાના દરોડા, રાજકારણ ગરમાયું
તેમણે આરોપ લગાવ્યો હતો કે ‘ભ્રષ્ટ લોકો અને ચોર લોકો’ રાજ્યમાં જેએમએમના નેતૃત્વવાળી સરકારનો ભાગ છે.
‘ઝારખંડમાંથી સિંગલ એન્જિનની સરકારને હટાવવાનો અને સર્વાંગી વિકાસ માટે અહીં ડબલ એન્જિન સરકારને પુન:સ્થાપિત કરવાનો સમય આવી ગયો છે,’ એમ ભાજપના વડાએ કહ્યું હતું. (પીટીઆઈ)