પત્રકારોએ એવું શું પૂછ્યું કે બિહારના મુખ્ય પ્રધાને પ્રધાનની ગરદન પકડી લીધી!

પટનાઃ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર મોરેશિયસના પ્રથમ વડા પ્રધાન સ્વર્ગસ્થ શિવસાગર રામગુલામની જન્મજયંતિ હતી. નીતીશ કુમાર, તેજસ્વી યાદવ અને અન્ય કેબિનેટ સાથીઓએ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નીતીશ કુમારે મીડિયાને સંબોધન કરવા જતા હતા ત્યારે તેમની નજર તિલક કરેલા પત્રકાર પર પડી હતી. તેના જોતા જ નીતીશ કુમારે પ્રધાન અશોક ચૌધરીને શોધવાનું શરૂ કર્યું. જો થોડા પાછળ ઊભા હતા. તેમણે હાથ લંબાવીને પ્રધાન અશોક ચૌધરીની ગરદન પકડી હતી. બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર ફુલ મૂડમાં જોવા મળ્યા હતા.
પત્રકારોએ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને પ્રશ્નો પૂછતા જ તેઓ અચાનક પ્રધાન અશોક ચૌધરીને શોધવા લાગ્યા અને તેમણએ અશોક ચૌધરીની ગરદન પકડીને મીડિયાકર્મીઓની સામે લઇ આવ્યા અને એક પત્રકારના કપાળમાં તિલક બતાવીને રહેવા લાગ્યા હતા કે આવું તિલક અમારી પાસે પણ છે.
જો કે જાહેરમાં આ રીતે ગરદન પકડતા જ અશોક ચૌધરી થોડો ખચકાટ અનુભવતા હતા. પરંતુ નીતીશ કુમારે ફરી એકવાર બળથી ગરદન પકડીને અશોક ચૌધરીને પત્રકારના કપાળ સુધી લગભગ ધક્કો મારીને લઇ ગયા હતા. જેના કારણે પત્રકાર અને અશોક ચૌધરી એકબીજા સાથે અથડાઇ પણ ગયા હતા. ત્યારે ત્યાં હાજર તમામ લોકોમાં હાસ્યનું છોળું ફરી વળ્યું હતું.
બિહારના બાંધકામ ખાતાના પ્રધાન અશોક ચૌધરી ઘરે પૂજા કરે છે. તેમનો ભજન-કીર્તન કરતો એક વીડિયો પણ ઘણો વાઇરલ થયો હતો. નીતીશ કુમાર પણ એ વાતથી વાકેફ છે કે અશોક ચૌધરી ઘણીવાર કપાળ પર તિલક લગાવે છે. સોમવારે જ્યારે નીતીશ કુમારે પત્રકારના કપાળ પર તિલક જોયું તો બંને ને સામસામે લાવીને મજાક કરી હતી. જો કે મજાક કરવા માટે અશોક ચૌધરીની ગરદન પકડતા લોકો હસવા લાગ્યા હતા.