
નવી દિલ્હીઃ નોકરીયાત વર્ગ માટે માઠા સમાચાર છે. દેશમાં આશરે બે કરોડ લોકોની નોકરી પર સંકટ સર્જાઈ શકે છે. જે માટે એઆઈ નહીં પણ અન્ય કારણો જવાબદાર બનશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો નીતિ નિર્માતાઓએ તાત્કાલિક કાર્યવાહી નહીં કરે, તો તેના પરિણામો વિનાશક હોઈ શકે છે. તેમનું કહેવું છે કે નોકરીઓ મંદીને કારણે નહીં, પરંતુ કંપનીઓના ઓપરેશન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વૈશ્વિક વેપારની પરિસ્થિતિઓને કારણે જવાની છે.
સૂત્રોએ જણાવ્યું કે, ભારતના વ્હાઇટ-કોલર જોબ માર્કેટમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. IT, બેન્કિંગ અને મીડિયા જેવી પ્રમાણભૂત મધ્યમ વર્ગની નોકરીઓની જગ્યા ગિગ જોબ્સ લેશે. ભારતને તેની સંપૂર્ણ અસર સહન કરવામાં બે થી ત્રણ વર્ષ લાગશે. આ સમય દરમિયાન, પગારદાર નોકરીઓનો એક મોટો હિસ્સો ગાયબ થઈ શકે છે. પછી ભારત એક મોટી ગિગ ઇકોનોમી બની જશે. આ માત્ર રાઇડશેર અને ફૂડ ડિલિવરી પૂરતું મર્યાદિત નહીં હોય. આપણા બધા સંબંધીઓ આ ગિગ ઇકોનોમીનો ભાગ હશે.
લોકોની જગ્યાએ કંપનીઓ AI અપનાવી રહી છે
સૂત્રોએ કહ્યું કે આ સંકટ આર્થિક મંદીનું પરિણામ નથી. તેના બદલે, તે એવી કંપનીઓના કારણે છે જે ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે AI અપનાવી રહી છે. દરેક કંપની લોકોની જગ્યાએ AI ને અપનાવી રહી છે. હાલ જાહેરાતો પણ AI આધારિત થઈ ચૂકી છે. એડમાં દેખાતી મોડેલ પણ AI છે. જાહેરાતમાં દેખાતો પોપટ પણ અસલી નથી હોતો.
હોમ લોન સિવાય આ દેવું પણ છે
ભારતીયોને ઘરેલું દેવાનો વધતો બોજ તણાવને વધારી રહ્યો છે. સૂત્રોના કહેવા પ્રમાણે, હોમ લોન સિવાય ભારતીય ઘરેલું દેવું આવકનો 33-34 ટકા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. આ દેવું ચૂકવવામાં સમય લાગી શકે છે.



