નેશનલ

જો રામ લાએ હૈં…ગાનારા કન્હૈયા મિત્તલે કોંગ્રેસથી કન્ની કાપી

સોશિયલ મીડિયા પર ચાહકોની ટિપ્પણીઓથી પ્રભાવિત થઈને લીધો નિર્ણય

મુંબઈ: જાણીતાય ગાયક ક્ધહૈયા મિત્તલે હવે યુ-ટર્ન લેતાં કૉંગ્રેસમાં જવાનો ઈનકાર કરી દીધો છે. પ્રશંસકોની ટીકાઓને પગલે તેમણે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મિત્તલે સોશિયલ મીડિયા પર બાકાયદા એક વીડિયો શેર કરીને પોતાના પ્રશંસકોની માફી પણ માગી છે અને કહ્યું હતું કે સનાતનીઓની સાંભળશું અને સનાતનીઓને પસંદ કરીશું.
યુપીની ચૂંટણી વખતે ‘જો રામ લાયે હૈ…’ ગીતથી પ્રસિદ્ધિ મેળવનારા ભજનગાયક ક્ધહૈયા મિત્તલે પોતાના પ્રશંસકોની ટીકા બાદ આ પગલું લીધું છે.

વાસ્તવમાં એવી ચર્ચા હતી કે આગામી હરિયાણા ચૂંટણીમાં ક્ધહૈૈયા મિત્તલને પંચકુલા બેઠક પરથી ભાજપની ઉમેદવારી જોઈતી હતી, પરંતુ ભાજપે પોતાના જૂના નેતા જ્ઞાનચંદને ફરી એક વખત મેદાનમાં ઉતાર્યા હતા. પાર્ટીના આનિર્ણય બાદ મિત્તલે કૉંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો અને તેમણે એક હિન્દી ચેનલને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં કૉંગ્રેસમાં સામેલ થઈ જશે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતાં તેમણે કહ્યું હતું કે બે દિવસથી હું જોઈ રહ્યો છું કે તમે બધા જ પરેશાન છો. તેને માટે હું માફી માગું છું. અને મારા મનની જે વાત મેં કરી હતી કે હું કૉંગ્રેસમાં જોડાવાનો છું તેને હું પાછી લઉં છું. કેમ કે હું નથી ઈચ્છતો કે કોઈપણ સનાતનીનો મારા પરનો વિશ્ર્વાસ તૂટી જાય. આજે જો હું તૂટી જઈશ તો ખબર નહીં બીજા કેટલા લોકો તૂટી જશે. આપણે બધા મળીને ભગવાન રામના હતા, રામના છીએ અને રામના જ રહેશું. હું ફરી એક વખત બધાની માફી માગું છું.

પહેલાં શું કહ્યું હતું?
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસમાં જોડાવા અંગેના નિર્ણય બાબતે વાત કરતાં ક્ધહૈયા મિત્તલે કહ્યું હતું કે મેં યોગી આદિત્યનાથ માટે ગીત ગાયું હતું, ભાજપ માટે નહીં. હું એવું ઈચ્છું છું કે આખા દેશમાં એવો સંદેશ જાય કે ભાજપ એકમાત્ર એવી પાર્ટી નથી જે સનાતનની વાત કરે છે. તેમણે બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટના કૉંગ્રેસમાં જોડાવા પર આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મારા ભાઈ અને બહેનને ઘણા ઘણા અભિનંદન.

હરિયાણામાં ક્યારે છે ચૂંટણી?
હરિયાણા વિધાનસભાની બધી 90 બેઠકો પર એક જ ચરણમાં મતદાન થવાનું છે. અહીં પહેલાં એક ઓક્ટોબરે મતદાન અને ચોથી ઓક્ટોબરે મતદાન થવાનું હતું, પરંતુ ત્યારબાદ મતદાનની તારીખ પાંચ ઓક્ટોબર જ્યારે મતગણતરીની તારીખ આઠમી ઓક્ટોબર કરી નાખવામાં આવી હતી. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ ત્રીજી નવેમ્બરના રોજ પૂરો થઈ રહ્યો છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત