નેશનલ

વર્ષ 2022ની સરખામણીએ 2023માં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદમાં આટલો ઘટાડો…

શ્રીનગર: 2023નો આજે છેલ્લો દિવસ છે ત્યારે આપણે દરવર્ષે એ જોઈએ છીએ કે ગયું વર્ષ ગયું તેમાં સારું શું કર્યું તો તમને જાણીને આનંદ થશે કે ભારત 2023માં 370 હટાવ્યા બાદ આતંકવાદ પર કાબૂ મેળવવામાં ઘણા અંશે સફળ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું હતું કે આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 48 આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં 76 આતંકીઓ માર્યા ગયા હતા. મોટી વાત એ છે કે માર્યા ગયેલા 76 આતંકીઓમાંથી 55 અન્ય દેશોના હતા. આતંકવાદીઓ માટે કામ કરતા 291 ઓવરગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 89 આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે આતંકવાદી હુમલાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2022માં 125 આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે આ વર્ષે આ ફક્ત 46 ઘટનાઓ બની હતી. આમ 2023માં આતંકવાદી ઘટનાઓમાં લગભગ 63 ટકાનો ઘટાડો થયો છે. ડીજીપીએ જણાવ્યું હતું કે આપણે ઐતિહાસિક સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ. આતંકવાદી સંગઠનોમાં જોડાનારા યુવાનોની સંખ્યામાં ઘટાડો થયો છે. આતંકવાદી ભરતીમાં પણ 2023માં લગભગ 80 ટકાનો ઘટાડો થયો છે. એક અંદાજ મુજબ 2022માં 130 સ્થાનિક લોકો આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા. જ્યારે 2023માં માત્ર 22 લોકો જ આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતા. આતંકવાદીઓ દ્વારા નાગરિકોની હત્યાઓ પણ ઘટી છે, જે 2022માં 31 હત્યાઓ થઇ હતી જ્યારે 2023માં 14 હત્યાઓ થઈ છે.


અધિકારીએ જણઆવ્યું હતું કે સામાન્ય માણસ શાંતિ અને વ્યવસ્થા ઈચ્છે છે. 2023ના સંપૂરણ વર્ષ દરનિયાન પોલીસ એલર્ટ મોડ પર જ રહી છે. પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઈ નાગરિકનું મોત થયું નથી. તેમજ 2023માં જમ્મુ-કાશ્મીર પોલીસના એક ડીએસપી સહિત 4 પોલીસકર્મીઓ આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા, જ્યારે 2022માં 14 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. જો સામાન્ય લોકોની હત્યાની વાત કરીએ તો 2022ની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે. 2022માં આતંકવાદીઓએ 31 નાગરિકોની હત્યા કરી હતી. 2023માં 14 લોકો આતંકવાદીઓનો શિકાર બન્યા હતા.


આ ઉપરાંત 2023માં અલગતાવાદીઓ અને આતંકવાદીઓની 170 કરોડ રૂપિયાની કુલ 99 પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે. અને બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. બે આતંકવાદી સંગઠનો શબ્બીર શાહની જેકે ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી અને મસરત આલમની જેકે મુસ્લિમ લીગને આ વર્ષે UAPA હેઠળ પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. તેમજ વર્ષ 2023માં 10.29 કરોડ રૂપિયાની ડ્રગ મની પણ જપ્ત કરવામાં આવી હતી. તેમજ સરહદ પારથી ચલાવવામાં આવતા 8,000 નકલી ફેસબુક એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે. તેમજ 2023માં પોલીસને 371 વીરતા પુરસ્કારો આપવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button