નેશનલ

જગદ્ગુરુ રામભદ્રાચાર્ય અને ગુલઝારને જ્ઞાનપીઠ પુરસ્કાર

નવી દિલ્હી: ઉર્દૂ કવિ ગુલઝાર અને સંસ્કૃતના વિદ્વાન જગદ્ગુરુ રામભદ્રાચાર્યને ૫૮મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવાની શનિવારે જાહેરાત કરાઇ હતી.

ગુલઝારે હિંદી સિનેમા માટે ઘણું જ કામ કર્યું છે અને તેઓ સૌથી સારા ઉર્દૂ કવિઓમાંના એક ગણાય છે.

અગાઉ, તેમને ૨૦૦૨માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, ૨૦૧૩માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, ૨૦૦૪માં પદ્મભૂષણ પુરસ્કાર અને અન્ય ઓછામાં ઓછા પાંચ રાષ્ટ્રીય ફિલ્મ અવૉર્ડ મળ્યા હતા.

જગદ્ગુરુ રામભદ્રાચાર્ય ચિત્રકૂટમાંની તુલસી પીઠના વડા અને સ્થાપક છે. તેઓ હિંદુ આધ્યાત્મિક વડા, શિક્ષણશાસ્ત્રી અને ૧૦૦થી વધુ પુસ્તકના લેખક છે.

જ્ઞાનપીઠ પસંદગી સમિતિના નિવેદનમાં જણાવાયું હતું કે ૫૮મો જ્ઞાનપીઠ પુરસ્કાર ભાષાના બે વિદ્વાનને આપવાનું નક્કી કરાયું છે. સંસ્કૃતના વિદ્વાન જગદ્ગુરુ રામભદ્રાચાર્ય અને ઉર્દૂના વિદ્વાન ગુલઝારને આ પુરસ્કાર અપાશે. અગાઉ, ૨૦૨૨નો જ્ઞાનપીઠ પુરસ્કાર ગોવાના લેખક દામોદર માઉજોને અપાયો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button