જેએમએમને પડ્યો ફટકો, પૂર્વ મુખ્ય પ્રધાનના પરિવારના સભ્યે આપ્યું રાજીનામુ
રાંચીઃ ઝારખંડ મુક્તિ મોરચાની આજે એક મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેનના ભાભી અને (ઝારખંડ મુક્તિ મોરચા) જેએમએમના વિધાનસભ્ય સીતા સોરેને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. એમ કહેવાય છે કે હેમંત સોરેને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને તેમના સ્થાને ચંપાઇ સોરેનને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા ત્યારથી તેઓ નારાજ હતા. સીતા સોરેન જામા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
સીતા સોરેને પોતાના રાજીનામાં અંગે પત્ર લખ્યો છે અને તેને પાર્ટીના અધ્યક્ષ શિબુ સોરેને મોકલી આપ્યો છે, જેઓ સીતાના સસરા થાય છે પત્રમાં સીતાએ લખ્યું છે કે હું ઝારખંડ મુક્તિ મોરચાની સક્રિય સભ્ય છું અને હાલમાં પાર્ટીની વિધાનસભ્ય છું અને હું ખૂબ જ દુઃખી છું અને મારું રાજીનામું આપી રહી છું. મારા સ્વર્ગસ્થ પતિ દુર્ગા સોરેન મહાન ક્રાંતિકારી હતા. તેમના મૃત્યુ બાદ હું અને મારો પરિવાર સતત ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છીએ. અમને અલગ પાડી નાખવામાં આવ્યા છે. મને એમ આશા હતી કે વખત જતા સમયની સાથે પરિસ્થિતિ સુધરશે,. પરંતુ એવું બન્યું નથી. મારા સ્વર્ગસ્થ પતિએ તેમના સમર્પણ ભાવ અને નેતૃત્વથી ઝારખંડ મુક્તિ મોરચાને એક મહાન પક્ષ બનાવ્યો હતો, પરંતુ આજે જે પક્ષ છે તે જોઈને મને જરા પણ સંતોષ નથી. મને દુઃખ થાય છે કે પાર્ટી એવા લોકોના હાથમાં ગઈ છે જેમના મૂલ્યો અને આદર્શો સાથે આપણે મેળ બેસાડી શકતા નથી.
નોંધનીય છે કે હેમંત સોરેનની ધરપકડ બાદ બીજી ફેબ્રુઆરીએ ચંપાઇ સોરેને ઝારખંડના નવા સીએમ તરીકે શપથ લીધા હતા તે સમયે એવી ચર્ચા હતી કે સીતા સોરેનને પણ કેબિનેટ પ્રધાન બનાવવામાં આવી શકે છે, પરંતુ એવું બન્યું નથી તેને કારણે કદાચ તેમનો અસંતોષ સપાટી પર આવ્યો છે અને તેમણે રાજીનામું આપી દીધું છે.
ઝારખંડમાં ચંપાઈ સોરેન કેબિનેટના વિસ્તરણ બાદ એક તરફ કોંગ્રેસના 16માંથી 12 ધારાસભ્યોની નારાજગી ખુલ્લેઆમ સામે આવી છે. તે જ સમયે, ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) માં બળવાના