નેશનલ

Jammu Kashmir સુરક્ષા દળોને મળી સફળતા, એક આતંકી ઠાર , બેની શોધખોળ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir)આતંકવાદીઓ વિરુદ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં બારામુલ્લાના સોપોરના ઓપરેશન રાજપુરામાં સુરક્ષાદળો દ્વારા એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે.  જ્યારે હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ સિવાય શ્રીનગરના ઈશબર વિસ્તારની પાછળ આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે.


Also read: IPO Market : આ સપ્તાહે આ ત્રણ કંપનીના આઇપીઓ, જાણો તેની તમામ વિગતો


શ્રીનગરના ઈશબાર વિસ્તારની પાછળ 2 આતંકીઓ છુપાયા

શ્રીનગરના ઈશબર વિસ્તારની પાછળના ઝબરવાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે.  જેમાં બે આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ છે.

સોપોરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા

આ પહેલા સોપોરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. ગુરુવાર રાતથી આ એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું
હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ અને તેમના સંગઠનની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રી મળી આવી છે. ગુપ્તચર માહિતીના આધારે સુરક્ષા દળો દ્વારા શરૂ
કરવામાં આવેલા ઓપરેશન બાદ ગુરુવારે સાંજે  અથડામણ  શરૂ થઇ હતી.


Also read: ભારત નહીં, પાકિસ્તાને કરાવી હતી નિજ્જરની હત્યા? આ બે ISI એજન્ટ્સ સામે તપાસ


 કુપવાડાના લોલાબ જંગલમાં એક આતંકી માર્યો ગયો હતો

આ પહેલા કુપવાડાના લોલાબ જંગલમાં એક આતંકી માર્યો ગયો હતો. આ પહેલા મંગળવારે બાંદીપોરા જિલ્લામાં
સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.જ્યારે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.
તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગીચ બજાર પાસે આતંકવાદીઓએ CRPFના બંકર તરફ ગ્રેનેડ ફેંક્યો હતો. જેના કારણે 11 લોકો ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશનને કારણે આતંકી ગતિવિધિઓ પર અંકુશ આવી રહી છે અને આતંકવાદીઓમાં સુરક્ષા દળોનો ભય જોવા મળી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button