ટોપ ન્યૂઝનેશનલ

‘જમ્મુ અને કાશ્મીરને ટૂંક સમયમાં રાજ્યનો દરજ્જો મળશે’ વડા પ્રધાનેમોદીએ શ્રીનગરથી જાહેરાત કરી

શ્રીનગર: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ((PM Narendra Modi) એ એક મહત્વની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરને રાજ્ય (Statehood for Jammu and Kashmir)નો દરજ્જો આપવાના સંકેતો આપ્યા છે. શ્રીનગરના ડાલ સરોવર(Dal Lake)ના કિનારે આવેલા શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા વડા પ્રધાને કહ્યું કે જમ્મુ-કાશ્મીર ટૂંક સમયમાં રાજ્ય તરીકે કામ કરશે, લોકસભા ચૂંટણી બાદ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે આઝાદી બાદથી જમ્મુ-કાશ્મીરના નબળા વર્ગની દીકરીઓ અને લોકો તેમના અધિકારોથી વંચિત છે. સબકા સાથ, સબકા વિકાસના મંત્રને અનુસરીને અમારી સરકારે દરેકને અધિકારો અને તકો આપી છે. જમ્મુ-કાશ્મીરમાં આ પરિવર્તન છેલ્લા 10 વર્ષમાં અમારી સરકારના પ્રયાસોનું પરિણામ છે. જમ્મુ અને કાશ્મીરમાં આજે ભારતનું બંધારણ સાચા અર્થમાં લાગુ કરવામાં આવ્યું છે કારણ કે કલમ 370ની દિવાલ જે દરેકને વિભાજિત કરતી હતી તે હવે ધરાશાયી થઇ ગઈ છે.

વડાપ્રધાન મોદીએ રૂ. 1,800 કરોડના કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રના પ્રોજેક્ટો પણ લોન્ચ કર્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં 1,500 કરોડ રૂપિયાની 84 વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સરકારી નોકરીઓ માટે 2000 થી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું.

જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાન મોદીએ પ્રદેશમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ દુશ્મનોને પાઠ ભણાવવામાં કોઈ કસર છોડશે નહીં. વડા પ્રધાન મોદીએ આતંકવાદીઓ તરફ ઈશારો કરતા કહ્યું કે શાંતિ અને માનવતાના દુશ્મનોને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ પસંદ નથી અને આજે તેઓ અહીંના વિકાસને રોકવાનો છેલ્લો પ્રયાસ કરી રહ્યા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો