Jio,Vi,Airtel ને અલવિદા કહી રહ્યા છે યુઝર્સ; જ્યારે તેનો લાભ ખાટી રહ્યું છે BSNL!
નવી દિલ્હી: મોબાઈલ ટેલિકોમ કંપની દ્વારા કરવામાં આવેલા ભાવ વધારા બાદ તેના સારા અને માઠા પરિણામો જોવા મળ્યા છે. તાજેતરમાં જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) ના ડેટા અનુસાર રિલાયન્સ જીઓ સતત ત્રીજા મહિનાથી તેના સબ્સ્ક્રાઇબર્સ ગુમાવી રહ્યું છે. સપ્ટેમ્બરમાં 7.96 મિલિયન યુઝર્સે જિયો છોડી દીધું હતું. છે. જ્યારથી ટેરિફમાં ભાવ વધારો અમલમાં મૂક્યો છે ત્યારથી Jioના સબ્સ્ક્રાઇબરની ખોટ પડી રહી છે.
આ પણ વાંચો : બેઠાં બેઠાં પગ હલાવવાની આદત છે? જાણો શું કહે છે મેડિકલ સાયન્સ
Jio ગુમાવી રહ્યું છે યુઝર્સ
છેલ્લા બે મહિનામાં Jioએ 4.01 મિલિયન અને 0.76 મિલિયન યુઝર્સનું નુકસાન વેઠ્યું છે. સમગ્ર ટેલિકોમ સેક્ટરની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ મહિનામાં 12.74 મિલિયન યુઝર્સ ગુમાવ્યા છે અને જૂનનાં અંત સુધીમાં અંદાજે 476.52 મિલિયન ગ્રાહકો ગુમાવ્યા છે, જે તેના કુલ યુઝર્સનાં 2.6 ટકા છે.
એરટેલ, Vi ને પણ ફટકો
આ દરમિયાન જ બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલને સપ્ટેમ્બરમાં 1.43 મિલિયન યુઝર્સની ખોટ પડી છે. જો કે જુલાઈમાં 2.4 મિલિયન અને જૂનના 1.69 મિલિયન નુકસાન કરતાં સપ્ટેમ્બરમાં ઓછું હતું. ટ્રાઈના ડેટા દર્શાવે છે કે એરટેલે છેલ્લા ત્રણ મહિનામાં 5.53 મિલિયન સબસ્ક્રાઇબર ગુમાવ્યા છે. નાણાંકીય સંકટનો સામનો કરી રહેલ Viએ સપ્ટેમ્બરમાં 1.55 મિલિયન યુઝર્સને ફટકો પડ્યો છે. જો કે આ નુકસાન ઓગસ્ટ અને જુલાઈમાં અનુક્રમે 1.87 મિલિયન અને 1.41 મિલિયન ગ્રાહકો કરતાં ઓછું છે.
આ પણ વાંચો : વોટ્સએપ હેકઃ 100થી વધુ યુવતી સાથે છેતરપિંડી કરનારો મધ્ય પ્રદેશથી ઝડપાયો
BSNL ને મળી રહ્યો છે લાભ
આ મોટી ટેલિકોમ કંપનીઓને થઈ રહેલા નુકસાનનો સીધો ફાયદો સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNLને મળી રહ્યો છે. સતત બે વર્ષ સુધી ગ્રાહકો ગુમાવ્યા પછી BSNLને જુલાઈ અને ઓગસ્ટમાં અનુક્રમે 2.9 મિલિયન અને 2.53 મિલિયન યુઝર્સ મળ્યા છે. જો કે, સપ્ટેમ્બરમાં આ વધારાની ગતિ ઘટીને 0.84 મિલિયન થઈ ગઈ હતી. BSNL દ્વારા ટેરિફ યથાવત રાખવા અને એન્ટ્રી-લેવલ પ્લાનનો ઉપયોગ કરતા સબ્સ્ક્રાઇબર્સ મોટી સંખ્યામાં હવે આ તરફ વળ્યા છે.