
Jio એ ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડીને ટેલિકોમ દુનિયામાં મોટુ નામ બનાવી દીધું છે. Jio એ આવતાની સાથે જ આઈડિયા, વોડાફોન અને એરટેલને મોટો ઝટકો આપ્યો હતો. હવે ફરી Jio આ દરેક ટેલિકોમ કંપનીઓને ઝટકો આપવા જઈ રહ્યું છે. કારણ કે, Jio પ્લેટફોર્મ અને SpaceX ની સ્ટારલિંક સાથે સમજૂતી કરાર થયો છે. આનાથી ભારતના દરેક ખુણામાં હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધાઓ આપવામાં આવશે તેવું Jio દ્વારા કહેવામાં આવ્યું છે.
Also read : સાવધાન ! એક જ કોલમાં બેંક એકાઉન્ટ થઈ જશે ખાલી, UPI એ આપી ચેતવણી
Jio ગ્રુપના સીઈઓ મેથ્યૂ ઓમને આપી કરારની વિગતો
Jio તેના રિટેલ આઉટલેટ્સ તેમજ તેના ઓનલાઈન સ્ટોર દ્વારા સ્ટારલિંક સાધનો ઉપલબ્ધ કરાવશે. આ ડીલ હેઠળ Jio અને સ્ટારલિંકને ભારતમાં એકબીજાથી મોટો ફાયદો થવાનો છે. આ ડીલ અંગે Jio ગ્રુપના સીઈઓ મેથ્યૂ ઓમને વિગતો આપતા કહ્યું કે, અમારૂ લક્ષ્ય ભારતના લોકોને પોસાય તેવું અને તેજ ઈન્ટરનેટ આપવાનું છે. જેથી સ્ટારલિંક સાથેની ભાગીદારી અમારા આ લક્ષ્યને વધારે મજબૂત બનાવશે.
અમે ભારતના દરેક ક્ષેત્રમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ પહોંચાડીશુંઃ SpaceX
ભારતમાં Jio ના ગ્રાહકોમાં વધારો થયો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ હવે સ્ટારલિંક સાથે ભાગીદારીથી લોકોને કેટલો ફાયદો થશે તે પ્રશ્ને છે. આ ભાગીદારીના કારણે રિચાર્જ પ્લાનમાં ઘટાડો શકે કે પછી લોકોએ હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે વધારે રૂપિયા આપવા પડશે? તેવા પ્રશ્નો થવા સ્વાભાવિક છે. આ કરારને લઈને SpaceX ના પ્રમુખ અને મુખ્ય ઓપરેટિંગ ઓફિસર ગ્લેને શોટવેલે કહ્યું કે, અમે Jio સાથે કામ કરવા માટે અને ભારત સરકાર દ્વારા સ્ટારલિંકની સેવા આપવા માટે મંજૂરી મળે તેવી રાહ જોઈ રહ્યાં છે. વધુમાં એવું પણ કહ્યું કે, અમે સ્ટારલિંક દ્વારા ભારતના દરેક ક્ષેત્રમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ પહોંચાડીશું.
Also read : ટ્રમ્પ તો ટ્રમ્પ ઈલોન મસ્કના પણ તીખા તેવરઃ અમેરિકન કર્મચારીઓને આપી દીધી આ ચેતાવણી
પહેલા એરટેલ સાથે કરાર થયાની ચર્ચા થઈ હતી
આ પહેલા સ્ટારલિંક દ્વારા એરટેલ સાથે કરાર કરવાનું એલાન કર્યું હતું. એરટેલ સ્ટારલિંક સાથે મળીને ભારતમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપશે તેવું ખુબ એરટલે દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ અત્યારે સ્ટારલિંકે Jio સાથે ભાગીદારી કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યાં છે. જો કે, ભારત સરકાર દ્વારા હજી આની મંજૂરી આપવામાં આવી નથી. સ્ટારલિંક અને Jio ની ભાગીદારીને સરકાર મંજૂરી આપે તેવી રાહ જોવાઈ રહીં છે. ભારત સરકારની મંજૂરી મળતાની સાથે જ સ્ટારલિંક ભારતમાં પોતાની સેવાઓ શરૂ કરી દેશે.