39 રૂપિયા 21 દેશમાં રહેલાં સંબંધી સાથે કરી શકશો વાત, Mukesh Ambani બનાવશે શક્ય…

આજકાલ વિવિધ ટેલિકોમ કંપની દ્વારા યુઝર્સને જાત-જાતની ઓફર આપે છે અને આજે અમે અહીં તમને આવી જ એક ધાસ્સુ ઓફર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ઓફર આપી રહ્યા છે મુકેશ અંબાણી. જી હા, રિલાયન્સ જિઓ (Reliance Jio) દ્વારા પોતાના આઈએસડી પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા આઈએસડી પ્લાનમાં 39 રૂપિયામાં તમે 21 દેશમાં વાત કરી શકો છો. કઈ રીતે? ચાલો જણાવીએ-
આ પણ વાંચો : Airtel, Jio, Viની ચિંતા વધારી દીધી BSNLની આ એક હરકતે…
રિલાયન્સ જિયો દ્વારા 39 રૂપિયામાં નવા પ્લાનમાં સાત દિવસ માટે અમુક મિનિટ્સ આપવામાં આવે છે. જિયો દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર આઈએસડી મિનિટ્સ ખૂબ જ વાજબી દરે ઉપલબ્ધ કરાવી આપવામાં આવી છે. જિયો દ્વારા બાંગ્લાદેશ, યુકે, સાઉદી અરેબિયા, નેપાલ, ચીન, જર્મની, નાઈજિરિયા, પાકિસ્તાન, કતાર, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન અને ઈન્ડોનેશિયા માટે આઈએસડી રિચાર્જ પ્લાનના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
રિલાયન્સ જિયોનું અમેરિકા અને કેનેડામાં આઈએસડી પ્લાન 39 રૂપિયાથી શરૂ થાય છે. આ પ્લાનમાં સાત દિવસ માટે 30 મિનિટનો ટોકટાઈમ મળે છે. બાંગ્લાદેશ માટે રૂપિયા 49નો પ્લાન, જ્યારે સિંગાપુર, થાઈલેન્ડ, મલયેશિયા અને હોંગકોંગ માટે 59 રૂપિયાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો જેમાં અનુક્રમે 20 અને 15 મિનિટમાં ટોક ટાઈમ મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રિલાયન્સ દ્વારા રૂપિયા 1,028 અને 1,029 રૂપિયામાં પણ કેટલાક ફ્રી બેનેફિટ્સવાળા રિચાર્જ પ્લાન પણ લોન્ચ કર્યા છે. રૂપિયા 1,028 પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે જેમાં અનલિમિટેડ વોઈસ કોલ, 100 એસએમએસ, રોજના 2જીબી ડેટા મળે છે. આ સિવાય જ્યાં જિયો 5જીની સર્વિસ ઉપલબ્ધ છે ત્યાં ફ્રી 5જી ડેટા પણ મળે છે.
આ સાથે સાથે આ પ્લાનમાં સ્વિગી વન લાઈટની ફ્રી મેમ્બરશિપ અને જિયો એપ્સ, જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડ પણ આપવામાં આવે છે.
વાત કરીએ 1,029 રૂપિયાના પ્લાનમાં પણ ઓલમોસ્ટ સેમ બેનેફિટ્સ છે મળે છે. આ પ્લાનમાં ખાલી યુઝર્સને 1,028 વાળા પ્લાનમાં મળતી તમામ સુવિધાઓ સાથે સાથે એમેઝોન પ્રાઈમ લાઈટની મેમ્બરશિપ પણ મળે છે.