આ બેંકમાં થયું ફાયરિંગ, બદમાશોએ કેશિયરને ગોળી મારી
જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. અહીંના જોશી માર્ગ ઝોતવાડા વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંકની અંદર ફાયરિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થઇ છે. આ વ્યક્તિ બેંકમાં કેશિયર હોવાની માહિતી મળી છે. બેંકમાં ફૈયરિંગની ઘટનામાં બે બદમાશ સંડોવાયેલા છે. બેંકમાં હાજર લોકોએ ઘટના સ્થળ પર જ એક બદમાશને પકડી લીધો છે જ્યારે અન્ય એકને નાસી છૂટવામાં સફળતા મળી હતી. હાલમાં જયપુર પોલીસે સંપૂર્ણ શહેરમાં નાકાબંધી કી દીધી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે 10 વાગે બદમાશોએ જયપુરની પંજાબ નેશનલ બેંકમાં લૂંટના ઇરાદે પ્રવેશ કર્યો હતો. માસ્ક પહેરેલા બદમાશો બેંકમાં ઘુસીને બેંકમા હાજર લોકો અને બેંકના કર્મચારીઓને ધમકાવવા લાગ્યા હતા. જ્યારે બેંકના કેશિયરે બદમાશોનો વિરોધ કર્યો તો તેમણે કેશિયરને ગોળી મારી દીધી હતી. આ ઘટનામાં કેશિયર ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જોતવાડાના જોશી માર્ગ પર પંજાબ નેશનલ બેંક આવેલી છે. રાબેતા મુજબ જ સવારે 10 વાગે બેંક ખુલી હતી અને કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. થોડા સમય બાદ માસ્ક પહેરેલા બદમાશોએ બેંકમાં પ્રવેશ કર્યો હતો અને તેમણે લૂંટની ધમકી આપી હતી. બેંકમાં હાજર કેશિયરે બદમાશોનો વિરોધ કર્યો તે તેને ગોળી મારી દેવામાં આવી હતી.
ગોળીબારના અવાજથી બેંકની અંદર અને બહાર અરાજકતા સર્જાઇ ગઇ હતી અને લોકો બેંકની બહાર ભેગા થવા માંડ્યા હતા. લોહીલુહાણ હાલતમાં કેશિયરને અને મામલો હાથમાંથી સરતો જોઇને બદમાશોએ સ્થળ પરથી ભાગવાનું મુનાસિબ માન્યું હતું, પરંતુ લોકોએ તેમાંથી એકનો પીછો કરીને તેને પકડી લીધો હતો. બીજો બદમાશ નાસી છૂટવામાં સફળ થયો હતો. પોલીસે એને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે.