નેશનલ

વિધાનસભા ચૂંટણીને લઈ ઝારખંડ મુક્તિ મોરચાએ શરૂ કરી તૈયારી, રણનીતિને આપવામાં આવી રહ્યું છે અંતિમ સ્વરૂપ

રાંચીઃ ઝારખંડ મુક્તિ મોરચાએ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. રાજ્યમાં ગમે ત્યારે વિધાનસભા ચૂંટણી જાહેર થઈ શકે છે જેને લઈ પાર્ટી દ્વારા ચૂંટણી રણનીતિને અંતિમ રૂપ આપવાની કવાયત તેજ કરવામાં આવી છે.
જેને લઈ રાંચી સ્થિત સોહરાઈ ભવનમાં આજે ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ની કેન્દ્રિત સમિતિની બેઠક મળશે. જેમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહરચના ઘડવામાં આવશે. બેઠકમાં સમીક્ષા કરવા સહિત નિર્દેશ પણ આપવામાં આવશે.

તમામ જિલ્લમાં પાર્ટીની થઈ છે બેઠકો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તમામ જિલ્લામાં અલગ અલગ બેઠકો થઈ ચુકી છે. જેમાં મોર્ચાના અધ્યક્ષ હેમંત સોરેન પણ સામેલ થયા હતા. ઝામુમોનું ખાસ ધ્યાન સંતાલ પરગના અને કોલ્હાન પ્રમંડલ પર છે. આ બંને પ્રમંડલોમાં પાર્ટીનો મોટો જનાધાર છે.

ઝારખંડ મુક્તિ મોરચા માટે ક્યાં છે મુશ્કેલી
ગત વિધાનસભા ચૂંટણીમાં અહીંયા ઝારખંડ મુક્તિ મોરચાએ ભાજપને પછડાટ આપી હતી. હવે મજબૂત સ્થિતિ બનાવી રાખવા માટે ઝાઝુમો શક્ય તમામ કોશિશ કરશે. આ ઉપરાંત નવા ક્ષેત્રો પણ પણ નજર રહેશે. પાર્ટી ઘણા વિચાર અને મંથન બાદ ઉમેદવારોના નામ જાહેર કરશે. સંતાલ પરગનામાં પૂર્વ ઝામુમો ધારાસભ્ય લોબિન હેમ્બ્રમ પક્ષ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે, જ્યારે ચમ્પાઈ સોરેન પણ પક્ષ સાથે છેડો ફાડી દીધો છે. બંને નેતાઓ તરફથી તેમના મત વિસ્તારમાં પડકાર ફેંકવામાં આવશે. કેન્દ્રીય સમિતિની બેઠકમાં સભ્યો સાથે શાનદાર તાલમેલને લઈ સલાહ સૂચન પણ આપવામાં આવશે. ઝારખંડ મુક્તિ મોરચો આગામી વિધાનસભા ચૂંટણીને લઈ આક્રમક વલણ અપનાવશે. પાર્ટીએ કેન્દ્ર સરકારની નીતિઓને નિશાન બનાવી છે.

હેમંત સોરેને દિલ્હીમાં ગઠબંધન નેતાઓ સાથે કરી મુલાકાત
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તાજેતરમાં દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત અન્ય નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં સીટો માટે તાલમેલની ફોર્મુલા નક્કી કરવામાં આવી છે. જેના આધારે ઝામુમો, કોંગ્રેસ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button