ઝારખંડ સરકારનો મોટો નિર્ણય: મહિલાઓ માટે અનામત અને ખેડૂતો માટે લોનની જાહેરાત
રાંચી: ઝારખંડ સરકારે મહિલાઓને નોકરીઓમાં અનામતને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે મહિલાઓને નોકરીઓમાં 33 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે બુધવારે ઝારખંડ વિધાનસભાના વિશેષ સત્રના ત્રીજા દિવસે તેમના સંબોધન દરમિયાન તેમણે જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે મફત શિક્ષણ સહિત અનેક મોટી જાહેરાતો કરી હતી. ચૂંટણી સમયે આપેલા વચનોને સત્તામાં આવેલી હેમંત સરકારે પૂરા કરવાની શરૂઆત કરી દીધી છે.
આદિવાસીઓને અનામત
રાજ્યપાલે કહ્યું કે સરકાર નીતી નિર્માણ કરીને આદિવાસીઓ, મૂળવાસીઓને ક્લાસ 3 અને ક્લાસ 4ની નોકરીઓમાં 100 ટકા અનામત આપશે. આ સાથે પછાત વર્ગોને 27%, આદિવાસીઓને 28% અને અનુસૂચિત જાતિઓને 12% અનામત આપવાનું બિલ, સરના આદિજાતિ ધર્મ સંહિતા ગૃહ વિભાગમાં પેન્ડિંગ છે, જેને કેન્દ્ર સરકાર પાસેથી મંજૂર કરાવવા માટે તમામ પ્રયાસો કરશે.
અન્ય ઘણી મોટી જાહેરાતો
રાજ્યપાલ સંતોષ કુમારે તેમના સંબોધન દરમિયાન મહિલા અનામત સિવાય અન્ય ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં KG થી PG સુધીના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ, 15 લાખ સુધીની શૈક્ષણિક લોન, રોજગાર માટે 50 લાખ સુધીની લોન, ખેડૂતોને વ્યાજમુક્ત લોન, એસસી, એસટી અને ઓબીસીની અનામત ટકાવારી વધારવાની જાહેરાત, ગરીબોને દર મહિને સાત કિલો ચોખા અને બે કિલો દાળ આપવાની જાહેરાત, રાજ્યમાં મદરેસા બોર્ડ, લઘુમતી કલ્યાણ બોર્ડ અને ઉર્દૂ એકેડમીની રચના તેમજ રાજ્યના તમામ નોંધાયેલા પત્રકારો માટે સરકાર વીમા અને પેન્શનની ખાતરી સહિતની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : ઝારખંડના મુખ્યપ્રધાન તરીકે હેમંત સોરેને ચોથી વખત લીધા શપથ, આ દિગ્ગજો રહ્યા હાજર
જનજાતીય ભાષાઓને પ્રોત્સાહન
રાજ્યપાલે જનજાતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા અને બંધારણની આઠમી અનુસૂચિમાં હો, મુંડારી, કુરુખ અને અન્ય આદિવાસી ભાષાઓનો સમાવેશ કરવાની યોજના વિશે પણ વાત કરી હતી. રાજ્યના વિકાસનો રોડ મેપ રજૂ કરતા રાજ્યપાલે કહ્યું કે કેન્દ્ર અને તેના સાહસોએ ઝારખંડનું દેવું છે.