કોંગ્રેસના સાથી પક્ષના મંત્રી બાથરૂમમાં પડી જતાં મોતને ભેટ્યા, જાણો વિગત

રાંચી : ઝારખંડના શિક્ષણ મંત્રી અને ઝારખંડ મુકિત મોરચાના વરિષ્ઠ નેતા રામદાસ સોરેનનું 15 ઓગસ્ટના રોજ નિધન થયું છે. તેમની દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રામદાસ સોરેન 2 ઓગસ્ટના રોજ
જમશેદપુરમાં પોતાના નિવાસમાં પડી ગયા હતા. જેના લીધે તેમને માથામાં ઈજા પહોંચી હતી. તેમજ ગંભીર બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જેની બાદ તેમની હાલત વધુ બગડી હતી. જેની બાદ તેમને એરલિફ્ટ કરીને સારવાર માટે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.
બાથરૂમમાં પડી જતા બ્રેઈન હેમરેજ
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ 2 ઓગસ્ટના રોજ સવારે 4. 30 વાગે રામદાસ સોરેન જમશેદપુર સ્થિત નિવાસમાં બાથરૂમમાં ગયા હતા. જયારે તે લાંબા સમય સુધી બહાર ના આવ્યા ત્યારે તેમની પત્નીએ દરવાજો ખટખટાવ્યો હતો. તેમજ દરવાજો ખોલતા તે બેહોશ હાલતમાં પડ્યા હતા. તેમને તાત્કાલિક જમશેદપુરના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં તેમની હાલત વધુ લથડી હતી.
એરલિફટ કરીને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
જેમાં તપાસમાં જાણવા મળ્યું કે, બાથરૂમમાં પડવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારને બ્રેઈન હેમરેજ થયું છે. તેમજ મગજમાં લોહી જામી ગયું છે. તેમને તાત્કાલિક આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત વધુ બગડી હતી. જેની બાદ તેમને એરલિફટ કરીને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે,
સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
આપણ વાંચો: આ બિહારી બાળકોની વ્યથાથી સોનૂ સૂદનું હૃદયતો પિગળ્યું, પણ સરકાર શું કરે છે?