રાંચી: હેમંત સોરેનની ધરપકડ બાદ હવે ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેન મુખ્ય પ્રધાન બની શકે છે. ચંપાઈ સોરેને રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે રાજ્યપાલને 43 વિધાનસભ્યોના સમર્થન પત્રો પણ સોંપ્યા છે. જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા હેમંત સોરેનની અપીલ પર આજે ગુરુવારે સવારે 10.30 વાગ્યે કોર્ટમાં સુનાવણી થશે. EDના સમન્સ સામે હેમંત સોરેને હાઈકોર્ટમાં અરજી કરી હતી. ધરપકડ સામે તેણે કોર્ટમાં રિટ અરજી કરી છે.
આ સાથે ઝારખંડના તમામ આદિવાસી સંગઠનોએ ગુરુવાર, 1 ફેબ્રુઆરીએ રાજ્યમાં બંધનું એલાન આપ્યું છે. આ અંગે પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં હેમંત સોરેનની તસવીર છે.
હેમંત સોરેનની ઈડી દ્વારા જમીન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગઈ કાલે રાત્રે તેઓએ રાજભવન પહોંચી મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું જેને રાજ્યપાલે સ્વીકારી લીધું હતું. આ પહેલા દિલ્હીથી લાપતા થયા બાદ હેમંત સોરેન મંગળવારે 40 કલાક પછી અચાનક રાંચીમાં દેખાય હતા. સોરેને દિલ્હીથી રાંચી સુધી 1250 કિલોમીટરથી વધુ સડક માર્ગે મુસાફરી કરી હતી. અહીં તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતાઓ અને સહયોગી વિધાનસભ્યોને મળ્યા. આ બેઠકમાં હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન પણ હાજર હતાં.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ