ઝાંસી અગ્નિકાંડઃ મોતનો મલાજો તો જાળવો, શિશુઓ ભુંજાયા છતાં પણ…. જુઓ વીડિયો

ઝાંસી: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર વોર્ડમાં લાગેલી ભીષણ આગમાં 10 નવજાત બાળકો દાઝી જવાથી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યાં આગ લાગી તે વોર્ડમાં 55 નવજાત શિશુઓ દાખલ હતા. 45 નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ઝાંસી મેડિકલ કોલેજમાં બનેલી દુર્ઘટના બાદ શુક્રવારની રાત્રે જ તંત્રની બેશરમીની એક તસવીર સામે આવી હતી. બે કર્મચારી મંત્રીના સ્વાગત માટે સડક કિનારે ચૂનો નાંખતા હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ પણ વાંચો: ઝાંસી હૉસ્પિટલ આગઃ શું બાકસની એક દિવાસળી બની દસ માસૂમના મોતનું કારણ?
આ જાણકારી જ્યારે ડેપ્યુટી સીએમ સુધી પહોંચી તો તેઓ એકશનમાં આવ્યા હતા. ડેપ્યુટી સીએમ પાઠકે ઝાંસી પહોંચતા પહેલા ચૂનાનો છંટકાવ કરવા મામલે જિલ્લા અધિકારીને કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. ડેપ્યુટી સીએમ કહ્યું, જે લોકોએ ચૂનાનો છંટકાવ કરવા જેવું કૃત્ય કર્યુ છે તે સ્વીકારવા યોગ્ય નથી. ઘટનાની જાણ થતાં જ તેઓ ઝાંસી આવવા રવાના થઈ ગયા હતા. પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. તેમજ તપાસનો આદેશ આપ્યો હતો.
झांसी मेडिकल कॉलेज में पूरे इंतजाम किए गए है!
— Srinivas BV (@srinivasiyc) November 16, 2024
आप लोग खुश तो है ना??pic.twitter.com/4r1K5uz0Aw
પ્રત્યક્ષદર્શીએ આગ લાગવાનું કારણ અલગ જ આપ્યું
ગોવિંદદાસ નામના પ્રત્યક્ષદર્શીએ આગ લાગવાનું કારણ અલગ જ આપ્યુ છે. હૉસ્પિટલના સત્તાધારીઓ અને પોલીસ આગ લાગવાનું કારણ શૉટસર્કિટ જણાવે છે ત્યારે ગોવિંદદાસના કહેવા અનુસાર ઑક્સિજન સિલિન્ડરા પાઈપને ફીક્સ કરવા માટે દિવાસળી પેટવવામાં આવી હતી અને તેનાથી આગ લાગી હતી. ગોવિંદદાસનો પૌત્ર પણ આ હૉસ્પિટલમાં દાખલ હતો. તેમના કહેવા અનુસાર જોતજોતામાં આગ ફેલાઈ ગઈ. તેમણે બે ચાર બાળકોને બહાર કાઢવામાં મદદ કરી. અન્ય લોકો પણ જોડાયા અને બાળકોને બહાર ખસેડ્યા. આ સાથે માતા-પિતા ફરિયાદો પણ કરી રહ્યા છે. એક આઠ દિવસના બાળકની મોટી માના કહેવા અનુસાર તેમનું બાળક ક્યાં છે તે કોઈ કહેતું નથી. બાળકની માતા હૉસ્પિટલમાં ભરતી છે. તેની તબિયત સારી નથી.